મોરબી જિલ્લામાં ગાંધી જયંતી નિમિત્તે ‘’જલ જીવન મિશન’’ અંતર્ગત ખાસ ગ્રામસભાઓનું આયોજન
મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી નોંધણી શરૂ
SHARE
મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી નોંધણી શરૂ
ટેકાના ભાવે મગફળી ખરીદી માટે કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠક અંતર્ગત ખરીફ સીઝન ૨૦૨૧-૨૨ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ખેડૂતોની આગોતરી નોંધણી કરાવવી જરૂરી હોવાથી સમગ્ર મોરબી જિલ્લાના ખેડૂતોએ તાલુકાની ગ્રામ્ય કક્ષાએ V.C.E. મારફતે તેમજ સરકારના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તાલુકાના ગોડાઉન પર તારીખ ૧-૧૦-૨૦૨૧ થી તારીખ ૩૧-૧૦-૨૦૨૧ સુધી ખેડૂતોની નોંધણી કરવામાં આવશે અને મોરબી જિલ્લાના સર્વે ખેડૂતોએ નોંધણી કરાવી લેવા ઇનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક મળશે
મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૬/૧૦/૨૦૨૧ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ આ બેઠકમાં જિલ્લાના જે અધિકારીશ્રેને લગત પ્રશ્નો સંકલનમાં લેવા રજુ થાય તે જ અધિકારીઓએ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે.