મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી નોંધણી શરૂ
મોરબીનો મચ્છુ-૨ ૯૫ ટકા ભરાયો, ૩૧ ગામોને એલર્ટ કરાયા: બપોર સુધીમાં દરવાજા ખોલાશે
SHARE
મોરબીનો બીજો મહાકાય મહાકાય મચ્છુ-૨ ૯૫ ટકા ભરાયો, ૩૧ ગામોને એલર્ટ કરાયા: બપોર સુધીમાં દરવાજા ખોલાશે
મોરબી જીલ્લામાં ૧૦ ડેમ આવેલા છે જે પૈકીના વાંકાનેર પંથકમાં આવેલ મહાકાય મચ્છુ-૧ બુધવારે સાંજથી ઓવરફ્લો છે અને તેનું પાણી મચ્છુ નદીમાં થઈને હાલમાં મચ્છુ-૨ ડેમમાં આવી રહ્યું છે જેથી કરીને હાલમાં મચ્છુ-૨ ડેમ ધીમેધીમે કરતાં ૯૫ ટકા ભરાયો છે માટે મોરબી અને માળીયા તાલુકાની પીવાના પાણી માટેની ચિંતા એક વર્ષ માટે દૂર થઈ ગઈ છે જો કે, હાલમાં ડેમાં ભરાઈ ગયો હોવાથી ડેમના વાપોર સુધીમાં દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને ૩૧ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે
મોરબી જીલ્લામાં વરસાદની આગાહી હતી તેવામાં વરસાદના લીધે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે અને જો વાત કરીએ મોરબી જિલ્લાના મહાકાય મચ્છુ-૧ ડેમની તો છેલ્લા દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ રહી હતી અને ૪૯ ફૂટની ઊંડાઈ ધરાવતો આ ડેમાં બુધવારે સાંજે સાડા છ વાગ્યે ઓવરફ્લો થાયો છે ત્યારથી મચ્છુ નદી વાટે પાણી હાલમાં મચ્છુ-૨ ડેમમાં આવી રહ્યું છે જેથી કરીને ડેમીની સપાટી સતત વધી રહી છે અને હાલમાં મોરબી જિલ્લાનો બીજો મહાકાય મચ્છુ-૨ ડેમ ૯૫ ટકાથી વધુ ભરાઈ ગયો છે જેથી મોરબી અને માળીયા તાલુકાનાં તમામ લોકોને પીવાના અને સિંચાઇ માટેના પાણીની એક વર્ષ માટેની ચિંતા દૂર થઈ ગઈ છે જો કે, ડેમમાં હજુ પણ ૩૦૦૦ કયુસેક જેટલા પાણીની આવક ચાલુ હોવાથી બપોરના બારેક વાગ્યા સુધીમાં ડેમના દરવાજને ખોલવા પડે તેવી શક્યતા છે જેથી કરીને હાલમાં મોરબી અને માળીયા તાલુકાનાં ૩૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેવું સિચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યુ છે
ડેમી-૨ ડેમ ૧૦૦% ભરાયો
ટંકારા તાલુકામા આવેલા ત્રણ ડેમ પૈકીનો ડેમી-૨ ડેમ આજે બપોરે ઓવરફલો થતા ખેડૂતો ખુશખુશાલ છે અને ડેમ સાઇડના અધિકારી ભાવેશભાઈ વેગડ, સેક્સન ઓફીસર હસુભાઈ સોનાગરા, ગેઈટ ઓપરેટ આર.કે. બરાસરા, વર્ક આસિસ્ટન્ટ અને હિતેન્દ્રસિહ જાડેજાએ શ્રીફળ અને અગરબતી સાથે નવા નિરને વધામણાં કર્યા હતા