મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનું નગ્ન વીડિયો કોલ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધા બાદ બ્લેકમેલ કરનારા આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં સગીરાનું નગ્ન વીડિયો કોલ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધા બાદ બ્લેકમેલ કરનારા આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબીમાં રહેતી સગીરાને ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ રિકવેસ્ટ એક યુવતી દ્વારા મોકલવામાં આવી હતી અને તેની સાથે મિત્રતા કેળવવા બાદ તેને આ સગીરાનો મોબાઈલ નંબર બીજા શખ્સને આપ્યો હતો અને તેની સાથે મિત્રતા રાખવાનું કહી સગીરાની સાથે બળજબરીથી સેલ્ફી ફોટો લઈ લીધો હતો અને તેની પાસે અભદ્ર માંગણી કરી હતી તેમજ વીડિયો કોલ કરી સગીરાને નગ્ન થવા માટે થઈને મજબૂર કરી હતી અને તેનું વીડિયો કોલ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધા બાદ વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને સગીરા પાસેથી અવારનવાર રૂપિયાની માંગણી કરીને ૭૦,૦૦૦ રૂપિયા લઈ લીધા હતા તેમજ સોનાની એક જોડી બુટ્ટી અને ઓપો કંપનીનો એક મોબાઇલ ફોન લઈ લીધો હતો જેની ફરિયાદ આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે  

મોરબીમાં રહેતી મહિલાએ ગઇકાલે મિત્તલ સોલંકી રહે. રફાળેશ્વર અને કિશન રમેશભાઈ પટેલ રહે. મોચી શેરી ગ્રીનચોક વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેફરિયાદીની દીકરીને આરોપી મિતલ સોલંકીએ ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી અને તેની સાથે મિત્રતા કરીને તેની પાસેથી તેના મોબાઈલ નંબર લઈ લીધા હતા અને ત્યાર બાદ ફરિયાદીની દીકરીને આરોપી કિશન રમેશભાઈ પટેલની સાથે મિત્રતા રાખવાનું કહ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીની દીકરીને મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ સાઈબાબાના મંદિરે મળવા માટે બોલાવી હતી ત્યાં બળજબરીથી તેની સાથે સેલ્ફી ફોટો લઈ લીધા હતા અને સગીરાની પાસે અભદ્ર માંગણી કરી હતી તેમજ સગીરાને વિડીયો કોલ કરી તેના ભાઈને મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી નગ્ન થવા માટે મજબૂર કરી હતી અને ત્યારે મોબાઈલ ફોનમાં વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધૂ હતું અને તે વિડિયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી દેવાની ધમકી આપીને સમયાંતરે સગીરા પાસેથી ૭૦ હજાર રૂપિયા પડાવ્યા હતા તેમજ સોનાની એક જોડી બુટ્ટી તથા ઓપો કંપનીનો એક મોબાઇલ ફોન પડાવ્યો હતો જેથી સગીરાને માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી કિસાન રમેશભાઈ કૈલા જાતે પટેલ રહે. મોચી શેરી ગ્રીનચોક મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News