મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

લૌકીકે આવવું છે ? તેમ પૂછતા મોરબીમાં બનેવી ઉપર સાળા સહિત બે લોકોએ હુમલો કર્યો


SHARE









મોરબીમાં 'લૌકીકે આવવું છે..?' તેમ પૂછતા બનેવી ઉપર સાળા સહિત બે લોકોએ હુમલો કરતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાટર પાસેના ઇન્ડીયા નળીયાના કારખાનાની પાસે મારામારીનો બનાવ બન્યો હતો જ્યાં ઇન્ડિયા ટાઇલ્સ નામના કારખાના પાસે બનેલ મારામારીના બનાવમાં એક યુવાનને ગંભીર ઇજાઓ થવાથી મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જેમાં સામે આવ્યું હતું કે ઈજા પામેલા યુવાનના પિતાએ તેમના સાળાને લૌકિક પ્રસંગે આવું છે..? તેમ પુછ્યુ હતું અને તે બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા યુવાન તથા તેના પિતા અને ભાઈને માર મારવામાં આવ્યો હતો.

વધુમાં જાણવા મળેલ વિગતો પ્રમાણે લીલાપર રોડ ઉપર આવેલા ઇન્ડિયા ટાઇલ્સ નામના કારખાના પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભોજાભાઇ સીતાપરા તથા તેમના પુત્ર મેહુલ ભોજાભાઇ સીતાપરા (૨૫) અને અનિલ સીતાપરાને ઇજાઓ પહોંચી હતી.જે પૈકી મેહુલને વધુ ઇજાઓ થઈ હોય તેને રાજકોટ લઈ જવા આવ્યો હતો.આ મારામારીમાં સામેના પક્ષના દેવશીભાઈ નાનજીભાઈ અગેચાણીયા (૩૮) રહે.લીલાપર રોડ વાળાને પણ ઇજા થઈ હોય તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.વધુમાં ઇજા પામેલા મેહુલ સીતાપરા પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે તેમના પિતા ભોજાભાઇએ સામેવાળા દેવશીભાઈ કે જેઓ ભોજાભાઇના સાળા થાય છે તેને લૌકીકે જવાનું હોય લૌકીકે આવવું છે ? તેમ પૂછ્યું હતું ત્યારે અમારે ત્યાં સંબંધ નથી તે વાતે બોલાચાલી થઈ હતી અને બાદમાં દેવશી અને રણછોડ નામના બે લોકોએ ભોજાભાઇ તથા તેમના પુત્ર મેહુલ અને અનિલને લાકડાના ધોકા તથા લોખંડની એંગલ વડે માર માર્યો હતો.

શોભેશ્વર રોડ મારામારી

મોરબીના સામાકાંઠે આવેલા શોભેશ્વર રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં હેમલ સોસાયટી વિસ્તારમાં રહેતા ચતુરભાઇ બચુભાઈ પાટડીયા જાતે કોળી નામના ૪૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના ગુંગણ ગામે વાડી વિસ્તારમાં કામ દરમિયાન મંજીલાબેન મહેશભાઈ નામની ૩૩ વર્ષીય મજૂર મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી જતા બેભાન હાલતમાં પરાક્રમસિંહ જાડેજા દ્વારા તેણીને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા નોંધ કરીને તે બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News