ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં દીવાલ માટે થયેલ મારા મારીના ગુનામાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીના મહેન્દ્રનગરમાં દીવાલ માટે થયેલ મારા મારીના ગુનામાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવારો વચ્ચે થોડા દિવસો પહેલા સામસામે બોલાચાલી થઈ હતી અને બાદમાં સામસામે મારા મારી કરવામાં આવી હતી અને તેની સામસામે ફરિયાદો નોંધવામાં આવેલી હતી આ ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં મહિલા સહિત વધુ બે આરોપીને પકડ્યા છે

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇ સામેના ભાગે આવેલા વિસ્તારમાં મકાનની દીવાલ બાબતે સામસામે મારામારી થઈ હતી જેમાં નવીનભાઈ મીઠાભાઈ મકવાણા (૩૮) એ વિનોદ નાનજી ચાવડાચિરાગ નાનજી ચાવડા અને રમીલાબેન નાનજી ચાવડા રહે. તમામ મહેન્દ્રનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમને તથા સહેદોને સામેવાળા ઢીકાપાટુનો મારમારી છૂટા પથ્થર મારો કરી ઇજા કરી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં મહિલા આરોપી રમીલાબેન નાનજી ચાવડા રહે. મહેન્દ્રનગર વાળીની ધરપકડ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી રમીલાબેન નાનજીભાઈ ચાવડા (૪૬) એ નવીન મીઠા મકવાણાસવિતાબેન મકવાણા રહે. બંને મહેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો દીકરો વિનોદ તથા તેઓ સામેવાળાઓને દિવાલ બાબતે સમજાવા ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને વિનોદભાઈને મારવા જતા પોતે વચ્ચે પડતાં લાકડી વડે માર માર્યો હતો તેમજ વિનોદભાઈ સહિતના સાહેદોને પણ ઢીકાપાટુંનો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી નવીન મીઠા મકવાણાની ધરપકડ કરેલ છે






Latest News