મોરબીનો મચ્છુ-૨ ૯૫ ટકા ભરાયો, ૩૧ ગામોને એલર્ટ કરાયા: બપોર સુધીમાં દરવાજા ખોલાશે
મોરબી એસપી કચેરી ઉપર વીજળી પડતાં નુકસાન: ૨૪ કલાકમાં અડધાથી લઈને એક ઇંચ વરસાદ
SHARE
મોરબી એસપી કચેરી ઉપર વીજળી પડતાં નુકસાન: ૨૪ કલાકમાં અડધાથી લઈને એક ઇંચ વરસાદ
ગઇકાલે મોરબીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે મોરિના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જિલ્લા પોલીસની કચેરીના કંટ્રોલ રૂમ ઉપર આકાશી વીજળી પડી હતી જેથી કરીને કંટ્રોલ રૂમમાં રાખવામાં આવેલ ટાવર, બે વાયરલેસ સેટ અને એક કમ્પ્યુટરને નુકશાન થયું હતું જેથી કરીને આ અંગેની ઉપરી અધિકારીને જાણ કરીને પોલીસે દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ઘટના સિવાય જીલ્લામાં બીજા કોઈ પણ સ્થળે આકાશી વીજળી ગઇકાલે પડી ન હતી
૨૪ કલાકમાં અડધાથી લઈને એક ઇંચ વરસાદ
મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઇકાલે આખા દિવસમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અડધાથી લઈને એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હાલમાં ઉઘાડ નીકળ્યો હોવાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે કેમ કે, છેલ્લા દિવસોથી પડી રહેલો વરસાદ મોલ ઉપર આવી ગયેલા પાકને નુકશાન કરે તેવી શક્યતા છે મોરબી જીલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં અડધાથી લઈને એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં ટંકારા, મોરબી અને વાંકાનેર તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ છે જયારે હળવદ અને માળીયા તાલુકામાં સરેરાસ અડધો ઇંચ વરસાદ પડ્યો છે અને છેલ્લી ૨૪ કલાકથી જીલ્લામાં હળવો અને ભારે વરસાદ પડી રહ્યો હોવાથી હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે