મોરબીના મહેન્દ્રનગરમાં દીવાલ માટે થયેલ મારા મારીના ગુનામાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ
મોરબીના લાલપર પાસે બાઇક સ્લીપ થઇ જતાં યુવાનનું મોત
SHARE
મોરબીના લાલપર પાસે બાઇક સ્લીપ થઇ જતાં યુવાનનું મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે ગઈકાલે બાઇક લઇને જતા યુવાનનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.જેથી તેને સારવાર માટે ખસેડતા ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર વિસ્તારમાં રહેતો પ્રવીણભાઈ બાબુભાઈ દેગામા નામનો ૩૫ વર્ષીય યુવાન તા.૨૯ ના રાત્રે સાડા દશેક વાગ્યે બાઇક લઇને વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો અને તે જ્યારે લાલપર ગામે પાવર હાઉસ નજીક આવેલી આરટીઓ કચેરી નજીક પહોંચ્યો ત્યારે તેનું બાઇક કોઇ કારણોસર સ્લીપ થઈ ગયુ હતુ જેથી ઈજાગ્રસ્ત થયેલા પ્રવીણભાઈ બાબુભાઈ દેગામા નામના યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રવીણભાઇ બાબુભાઇ દેગામાનું મોત નીપજયું હતું.બનાવ સંદર્ભે તેના ભાઈ અરવિંદભાઇ બાબુભાઇ દેગામએ મોરબી તાલુકા પોલીસમાં જાણ કરી હતી તેથી મોરબી તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમારે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
દારૂ સાથે રિક્ષાચાલક ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ લીલાપર ગામ પાસે આવેલ તીર્થક પેપરમીલ નજીક હતો ત્યાંથી નીકળેલ સીએનજી ઓટોરીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૬૮૩ ને અટકાવીને તલાશી લેવાતા રીક્ષામાંથી એક બોટલ વિદેશી દારૂ મળી આવતા રૂા.૩૭૫ ની કિંમતની દારૂની બોટલ તેમજ ૭૦ હજારની રિક્ષા એમ કુલ મળીને ૭૦,૩૭૫ ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે રાહુલ ભુપત ધંધાણીયા જાતે કોળી (૨૦) રહે.લીલાપર તા.જી.મોરબી વાળાની ધરપકડ કરી તેના સામે પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે થયેલ મારામારીના બનાવમાં વિજય રાયધનભાઈ હળવદિયા (૩૪) અને સામુબેન રાયધનભાઇ હળવદિયા (૫૦) ને ઇજાઓ થતાં બંનેને સારવારમાં ખસેડાયા હતા.જેથી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ તપાસ હાથ ધરેલ છે.