મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનારા વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તમાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધાણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને મારમાર્યો માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગપતિની કંપનીના સરકારની આઇસી ગેટ સ્કીમના ૨૯ કૂપન મેળવી લઈને ૭૧.૪૫ લાખની ઠગાઇ


SHARE













મોરબીના સિરામિક ઉદ્યોગપતિની કંપનીના સરકારની આઇસી ગેટ સ્કીમના ૨૯ કૂપન મેળવી લઈને ૭૧.૪૫ લાખની ઠગાઇ

મોરબીની અવની ચોકડી પાસે રહેતા સીરામીક ઉદ્યોગપતિના કારખાનાનું ખોટું ઈ-મેલ આઇડી બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરી એક્સપોર્ટ કરનાર ઉદ્યોગકારોને સરકાર તરફથી મળતી આઈસી ગેટ સ્કીમના ૨૯ કુપન જેની કિંમત ૭૧,૪૫,૬૧૬ કારખાનેદારની ફેક્ટરીના નામે જમા થયેલા હતા જે કોઈ અજાણ્યા વ્યક્તિએ કારખાનેદાર કે તેઓની કંપનીની જાણ બહાર કંપનીના કીમતી દસ્તાવેજો ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી આઈસી ગેટમાં રજીસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કર્યો હતો અને યુવાનની કંપનીના bonzavitrifiedpltd27@gmail.com નામ વાળું ઇ-મેલ આઇડી બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને સરકાર તરફથી મળેલ ૨૯ કુપન મેળવી લઈને યુવાનની કંપની સાથે ૭૧.૪૫ લાખથી વધુની ઠગાઈ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ઉદ્યોગકાર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની અવની ચોકડી પાસે આવેલ ગણેશ પેલેસના ફ્લેટ નંબર ૬૦૧ માં રહેતા અને વાંકાનેર તાલુકામાં માટેલ રોડ ઉપર બોન્ઝ વિટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ નામનું કારખાનું ધરાવતા દેવેન્દ્રભાઈ છગનભાઈ પનારા જાતે પટેલ (૩૯)એ ફ્રોડ યુઝર બનાવવા માટે ખોટું ઇ-મેલ આઇડી બનાવનાર, વાપરનાર તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે હાલમાં ઠગાઈની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેની બોન્ઝ વિટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાંથી તેઓ વિદેશમાં વિટ્રીફાઈડ ટાઇલ્સ એક્સપોર્ટ કરતા હોય છે અને એક્સપોર્ટના ધંધાને વધુ પ્રોત્સાહન આપવા માટે થઈને સરકાર દ્વારા આઈસીગેટ સ્કીમ મારફતે એક્સપોર્ટ કરેલ ધંધાની રકમ આધારિત લાઇસન્સ અને કુપન આપવામાં આવતા હોય છે જે સરકાર તરફથી મળેલા ૨૯ લાયસન્સ-કુપન કે જેની કિંમત ૭૧,૪૫,૬૧૬ થાય છે તે કારખાનેદારની ફેક્ટરીના નામે જમા થયેલ હતા જે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફરિયાદી કે તેઓની કંપનીની જાણ બહાર ફરિયાદીની કંપનીના દસ્તાવેજો ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેનો ખરા તરીકે આઇસી ગેટમાં રજીસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કર્યો હતો અને ફરિયાદીની કંપનીના નામનું ખોટું bonzavitrifiedpltd27@gmail.com નામ વાળું ઇ-મેલ આઇડી બનાવવામાં આવ્યું હતું અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીની જાણ બહાર કંપનીના સરકાર તરફથી મળેલા ૨૯ કુપન પોતાના આર્થિક ફાયદા સારું મેળવી લઈને ફરિયાદીની કંપની સાથે ૭૧,૪૫,૬૧૬ ની ઠગાઈ કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા કારખાનેદાર દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા આઇ.ટી.એકટ સને ૨૦૦૦ ના કાયાદાની કલમ ૬૬સી, ૬૬ ડી મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી જિલ્લા એલસીબીની ટીમના પીએસઆઇ એન.એચ. ચુડાસમાને સોંપવામાં આવી છે






Latest News