મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામે જુગારની રેડ: પાંચ જુગારી પકડાયા, ત્રણ ફરાર


SHARE







હળવદના રણજીતગઢ ગામે જુગારની રેડ: પાંચ જુગારી પકડાયા, ત્રણ ફરાર

હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં તળાવ પાસે જુગાર રમતા હોવા અંગેની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ત્યારે સ્થળ ઉપરથી પોલીસે પાંચ શખ્સોની ૨,૧૭,૩૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને ત્રણ શખ્સો નાસી છૂટ્યા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણજીત ગઢ ગામે તળાવ પાસે જુગાર રમતા હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્રહલાદભાઈ સુંદરભાઈ ચૌહાણ (૩૧), મહેશભાઈ શામજીભાઈ તારબુંદીયા (૩૭), જગદીશભાઈ અવચરભાઈ કોડિયા (૫૪), ચંદ્રકાંતભાઈ દેવજીભાઈ અઘારા (૩૬) અને ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ હડીયલ (૬૨) રહે. બધા રણજીતગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧,૩૨,૩૦૦ ની રોકડ, ૩૫,૦૦૦ ની કિંમતના સાત મોબાઈલ ફોન અને ૫૦,૦૦૦ ની કિંમતના બે બાઈક આમ કુલ મળીને ૨,,૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે પોલીસને જોઈને લલીતભાઈ નારણભાઈ મોરી, રસિકભાઈ થોભણભાઈ સોનાગ્રા અને લાલજીભાઈ ઠાકરશીભાઈ ડાભી રહે ત્રણેય રણજીતગઢ વાળા નાસી ચુક્યા હોય તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા આગળની તજવીજ કરવામાં આવી છે

દેશી દારૂ

મોરબીના સનાળા બાયપાસ પાસે ગોકુલ નગર શેરી નં-૨૧ માં રહેતા સનીભાઈ શાંતિલાલ કડીવારના ઘરે દારૂ હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સનીભાઈ શાંતિલાલ કડીવાર જાતે દેવીપુજક (૨૮) રહે. સનાળા બાયપાસ ગોકુળ નગર શેરી નં-૨૧ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી નીતેશ ભનાભાઈ સોલંકી રહે જારીયા તાલુકો કુવાડવા વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News