સૌરાષ્ટ્ર ઇગલ્સની ટીમ હિમાચલ રોયલ્સને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોચી
મોરબીના લજાઈ ગામે યોજાયેલ નાટકમાં દાતાઓ ગૌસેવા માટે વરસી ગયા: ગૌશાળા માટે ૧૨ લાખનું દાન મળ્યું
SHARE
મોરબીના લજાઈ ગામે યોજાયેલ નાટકમાં દાતાઓ ગૌસેવા માટે વરસી ગયા: ગૌશાળા માટે ૧૨ લાખનું દાન મળ્યું
મોરબી નજીકના લજાઈ ગામે છેલ્લા ઘણા વર્ષથી ગાયોના લાભાર્થે ગામના યુવાનો દ્વારા નાટકનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના જ યુવાનો ઘાઘરી પહેરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા હોય છે અને મહત્વની વાત તો એ છે કે આ ગામના બાળકો, યુવાનો કે વૃધ્ધોને આ પાત્ર ભજવવામાં કોઈ શરમ કે સંકોચ થતો નથી અને કોઈને કોઈ પણ પાત્ર દેવામાં આવે તો તે વ્યક્તિ તેના પાત્રને પૂરો ન્યાય આપે છે અને વર્ષમાં એક જ રાતમાં ભજવતા નાટકમાં ગામમાં રહેતા અને બહાર ગામથી આવેલા લોકો વરસી પડતા હોય ગાયો માટે લાખો રૂપિયાનો ફાળો એકત્રિત થઇ જાય છે. આવી જ રીતે હાલમાં યોજાયેલ નાટકમાં એક જ રાતમાં ગાયોની સેવા માટે ૧૨ લાખથી વધુની આવક થયેલ છે
વર્તમાન સમયમાં લોકો ટીવી સીરીયલ, મોબાઈલમાં રચ્યા પચ્યા રેહતા હોય છે ત્યારે મોરબી નજીકના લજાઈ ગામના યુવાનો દ્વારા ગાયોની સેવા માટે એક એતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે જે જોવા માટે માત્ર ગામના લોકો જ નહિ પરંતુ આસપાસના ગામોમાંથી અને મોરબીથી પણ લોકો લજાઈ ગામે જતા હોય છે અને ગામમાં આવેલ કામધેનુ વિસામો ગૌશાળામાં રહેતી અંધ, અપંગ, માંદી અને અશક્ત પોણા બસો જેટલી ગાયોના લાભાથે નાટકનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ગાયોની સેવા માટે ભજવતા નાટકમાં ગામના જ યુવાનો દ્વાર અદભુત અભિનય રજુ કરવામાં આવે છે જે જોઇને લોકો કલાકારની કાલ ઉપર દાનની સરવણી વહાવી દેતા હોય છે આ વર્ષે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ નાટક રાખવામા આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, દરવર્ષે નવરાત્રીમાં ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના શિક્ષિત યુવાનો, સરકારી અધિકારી, ઉદ્યોગપતિ કે અન્ય કોઈપણને જે પાત્ર આપવામાં આવે તે પાત્ર કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર ગામના લોકોની સમક્ષ તે ભજવે છે.
લગભગ આજથી ૫૭ વર્ષ પહેલાં લજાઈ ગામમાં કામધેનુ વિસામો ગૌશાળાની સ્થાપના સોહમદત બાપુ દ્વારા કરવામાં આવી હતી જેના પાછળનો મુખ્ય ઉદેશએ હતો કે, અમારી ગાયો કદી કતલખાને નહિ જાય જેને સાર્થક કરવા માટે ગ્રામજનો દ્વારા પણ પૂરો સહયોગ આપવામાં આવી રહયો છે અને ખાસ કરી ને નવરાત્રી દરમ્યાન જુદાજુદા એતિહાસિક નાટકો ભજવવામાં આવે છે ગત રાતે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ નાટક ગામના જ યુવાનો દ્વારા ભજવવામાં આવ્યું હતું જેને માણવા માટે સમગ્ર ગામ આવ્યું હતું અને ગાયોની સેવા માટેના કાર્યમાં સહુ કોઈ પોતાની યથાશક્તિ મુજબ સહયોગ આપતા હોય છે.
લજાઈ ગામે ગાયો ના લાભાર્થે યોજાયેલ નાટકમાં સ્ત્રી પાત્ર એટલે કે રાણી તેમજ દાસીના પાત્ર ભજવનારા યુવાનો કહે છે કે, ગામો ગામ ગાયોની અવદશા જોવા મળે છે પરંતુ અમારા ગામમાં કોઈ પણ શેરી ગલ્લીમાં ગાય રખડતી જોવા મળતી નથી કેમ કે ગામના યુવાનો સહિતના ગાયોના લાભાર્થે કરવામાં આવતા દરેક કાર્યમાં સહકાર આપે છે અને ગાય માતાના સેવા કર્યા માટે ઘાઘરી પેહારીને પાત્ર ભજવવામાં શિક્ષિત યુવાનો સહિતના કોઈ સંકોચ અનુભવતા નથી અને ભવાય નાટકની આપણી સંસ્કૃતિ જોડવાઈ રહે તે માટેના પ્રયાસોમાં પણ સિધ્ધી કે આડકતરી રીતે આ યુવાનો સહયોગ આપી રહ્યા છે.
અત્રે ઉલેખનીય છે કે લજાઈ ગામે યોજાતું નાટક એટલુ લોકપ્રિય બન્યુ છે કે અહીં નાટક જોવા માટે આજુબાજુના ગામોથી પણ લોકો આવે છે આટલું જ નહિ આ ગામની દીકરી સાસરે હોય ત્યાંથી ખાસ કરી ને નવરાત્રી ઉપર યોજના નાટકને જોવા માટે તેને ઘણા પરિવારો દ્વારા બોલાવવામાં આવતી હોય છે આમ નવરાત્રીમાં યોજાતા આ નાટકને કારણે ગામમાં મોટા તહેવાર જેવો માહોલ હોય છે અને આજના આધુનિક યુગમાં મોરબી જિલ્લામાં નાટ્યકલા અખંડ રહે તે માટે લજાઈ ગામના યુવાનો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે જો બીજા ગામના લોકો પણ તેમાંથી પ્રેરણા લઈને ગાયોના હિતાર્થે કામ કરે તો રઝળતી ગાય કોઈ જગ્યાએ જોવા મળશે નહિ અને લજાઈ ગામના લોકોના કહેવા મુજબ ગાયોના લાભાર્થે યોજાતા એક જ નાટકથી લાખો રૂપિયાનો ફાળો એકત્રિત થઇ જાય છે.