મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ જ્ઞાતિની બહેનોને ફ્રી એન્ટ્રી


SHARE









મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ જ્ઞાતિની બહેનોને ફ્રી એન્ટ્રી

વર્તમાન સમયમાં અર્વાચીન રાસ ઉત્સવમાં ગરબા લેવા જતા ખેલૈયાઓ પાસેથી તોતિંગ ફી વસવામાં આવતી હોય છે જોકે મોરબીમાં યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં તમામ જ્ઞાતિની બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મેગાસિટીની જેમ નાના નાના શહેરોમાં પણ અર્વાચીન રસોત્સવના મોટા મોટા આયોજનો કરવામાં આવે છે અને તેમાં બહારથી કલાકારો બોલવામાં આવતા હોય છે જોકે ત્યાં ગરબા રમવા માટે આવતા ખેલૈયાઓ પાસેથી તોતિંગ ફી લેવામાં આવતી હોય છે આવા સમયે મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં ન મુકાય તે હેતુથી મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ જ્ઞાતિના બહેનો ગરબે ઘૂમી શકે તે માટે થઈને અર્વાચીન રાસોત્સવમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે આ વર્ષે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. અહી બહેનો સહિતના અર્વાચીન ગરબાની રમઝટ બોલાવે છે વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કેદરેક સમાજની બહેનો મુક્તપણે રાસ ગરબા રમી શકે તેવું સુંદર આયોજન કરાયું છે. અને તમામ જ્ઞાતિની બહેનો સંકલ્પ નવરાત્રીમાં વિનામૂલ્યે રાસ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરે છે.






Latest News