મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પોલીસ દ્વારા સ્પા સેન્ટરો ઉપર સપાટો : ત્રણ જગ્યાએ રૂપલનાઓ રાખી દેહ વ્યાપાર કરાતો હોવાની અને બે સ્થળોએ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાય


SHARE













મોરબી પોલીસ દ્વારા સ્પા સેન્ટરો ઉપર સપાટો : ત્રણ જગ્યાએ રૂપલનાઓ રાખી દેહ વ્યાપાર કરાતો હોવાની અને બે સ્થળોએ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાય

મોરબીમાં થોડા સમય પહેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિડીયો વાયરલ કરીને જણાવ્યું હતું કે મોરબીની આસપાસના વિસ્તારોમાં આવેલા સ્પામાં કુટણખાના અને ગેર કાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે.દરમિયાનમાં પોલીસ દ્વારા જે તે સમયે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એક કેસ કરવામાં આવેલ હતો.હાલમાં મળતી માહિતી મુજબ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર સ્પા બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું.ત્યારે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ નજીક આવેલ અફીમ સ્પામાં તપાસ કરવામાં આવી હતી ત્યારે બહારથી મહિલાઓ બોલાવીને કુટણખાનું ચલાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસ દ્વારા કુટણખાનું ચલાવીને મેળવેલ રૂા.૧૨,૫૦૦ ની રોકડ તથા બે મોબાઈલ ફોન અને પાંચ કોન્ડમ સહિતના મુદ્દામાલને ત્યાં સ્થળ ઉપરથી કબ્જે કર્યો હતો અને રૂા.૨૭,૫૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે બીમલા દેવીપ્રસાદ ઇગ્નાબ જાતે સુબ્બા (૩૧) રહે.હાલ લાયન્સનગર શનાળા કિરણબેન પરમારના મકાનમાં મોરબી મૂળ નેપાળ વાળાની ધરપકડ કરેલ છે અને મહેશભાઇ ગોકળભાઇ મેવા રહે.મોરબી વાળાનું નામ સામે આવેલ હોય તેને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

 

આવી જ રીતે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ દરિયાલાલ સ્ક્વેર કોમ્પ્લેક્સના ત્રીજા માટે ચાલતા ઓ થ્રી સ્પા એન્ડ સલૂન પ્રાઇવેટ લિમિટેડમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં બહારથી સ્ત્રીઓને બોલાવીને સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોય અને જરૂરી સાધનો-સગવડો પૂરા પાડવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ૪૫૦૦ ની રોકડ અને ૫૦૦૦ નો મોબાઇલ તેમજ નવ કોન્ડમ આમ કુલ મળીને ૯૫૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને સ્થળ ઉપરથી સ્પાના સંચાલક દીપક રમેશચંદ ચૌહાણ જાતે રાજપુત (૪૬) રહે.હાલ શનાળા રોડ ઉપર ઓ થ્રી સ્પા મોરબી મૂળ રહે. બલજિતનગર પટેલનગર પાસે દિલ્હી અને કર્ણબહાદુર નિલે લોહાર ઉર્ફે નવલ લોહાર (૩૫) રહે. મૂળ જાનકી ગ્રામ પંચાયત કૈલાલી નેપાલ હાલ રહે.શનાળા રોડ ઉપર ઓથ્રી સ્પા મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

રબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શિવ કોમ્પ્લેક્સમા હરિઓમ નાસ્તાની ઉપરના ભાગમાં આવેલ વેલકમ્ સ્પામાં બી ડિવિઝન પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં બહારથી સ્ત્રીઓને બોલાવીને સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોય અને જરૂરી સાધનો પૂરા પાડવામાં આવતા હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૫૬૦૦ ની રોકડ, ૫૨,૦૦૦ ના ત્રણ મોબાઇલ ફોન ૩૯ કોન્ડમ સહિત કુલ મળીને ૫૭,૬૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને સ્થળ ઉપરથી જયેશ મોહનભાઇ પરડવા જાતે આહીર (૨૯) રહે મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ સહજાનંદ એપાર્ટમેન્ટ મોરબી, વિમલભાઈ લલીતભાઈ અગ્રાવત જાતે બાવાજી (૩૪) રહે પીપળી ગામ ધર્મગંગા સોસાયટી મોરબી અને પ્રકાશભાઈ કનૈયાલાલ ડાખોર જાતે લોહાણા (૩૦) રહે વિદ્યુત નગર ગરબી ચોક પાસે મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને મુકેશભાઈ ઘોઘાભાઈ સુરેલા રહે મોરબી વાળા નું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

જ્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝાના બીજા માળે સનરાઈઝ સ્પામાં પોલીસે ચેક કર્યું હતું ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા અને ફોટા સહિતની વિગત પોલીસ સ્ટેશનમાં ન આપેલ હોવાથી સ્પાના સંચાલક દીપેનભાઈ બ્રિજમોહનકુમાર જાતે અનુ.જાતી (૩૪) રહે ઓમકાર રેસીડેન્સી લીલાપર રોડ સ્મશાન સામે મોરબી વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલ હનીથાઈ સ્પામાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા અને ફોટોગ્રાફ્સ સહિતની માહિતી પોલીસ સ્ટેશનમાં આપેલ ન હોવાથી કિરીટસિંહ રમેશસિંહ સિસોદિયા જાતે રજપૂત (૩૦) રહે ભડીયાદ કાંટે દામભાઈના ફ્લેટમાં મોરબી વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News