મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારા બી.આર.સી. દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું


SHARE









ટંકારા બી.આર.સી. દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને ડાયેટ રાજકોટના માર્ગદર્શન હેઠળ ટંકારા બી.આર.સી.દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩ નું આયોજન હરબટીયાળી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. દર વર્ષે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના આદેશથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માં વિજ્ઞાન પ્રદર્શનને "બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન" નામ આપવામાં આવ્યું છે. જેનો મુખ્ય વિષય "સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી" રાખવામાં આવ્યો છે તેમજ પાંચ પેટા વિભાગ અંતર્ગત વિદ્યાર્થીઓએ કૃતિઓ તૈયાર કરી હતી.  સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ સી.આર.સી.દીઠ કુલ 5-5 કૃતિઓ મળીને કુલ 30 કૃતિઓનું પ્રદર્શન તાલુકા કક્ષાએ રજૂ કરાયું હતું. ટંકારાના ભાજપના આગેવાન વસંતભાઈ માંડવિયા, ભાવિનભાઈ સેજપાલના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું, જેમાં હરબટીયાળી ગામના સરપંચ દેવરાજભાઈ સંઘાણી, ગામ આગેવાન ગણેશભાઇ નમેરા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, શૈક્ષીક સંઘના અધ્યક્ષ ડાયાલાલ બારૈયા, મિતાણા તાલુકા શાળા આચાર્ય પ્રવિણભાઈ પારધી, સી.આર.સી. કો-ઓર્ડીનેટર, શાળના શિક્ષકો જોડાયા હતા. ડાયેટ પ્રાચાર્ય ડૉ. સંજયભાઈ મહેતાની હાજરીમાં પ્રદર્શનનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા ઉપસ્થિત રહ્યા હતા. તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરાયા હતા તેમજ માર્ગદર્શક શિક્ષકોને તેમના નામવાળી પેન આપીને સન્માનિત કરાયા હતા.




Latest News