મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે ઢોર બાંધવાના વાડામાં જુગાર રમતા ૧૫ જુગારી પકડાયા: પાંચ સંચાલકોની શોધખોળ


SHARE







માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે ઢોર બાંધવાના વાડામાં જુગાર રમતા ૧૫ જુગારી પકડાયા: પાંચ સંચાલકોની શોધખોળ

માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ઢોર બાંધવાના વાડામાં જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને પોલીસે ત્યારે સ્થળ ઉપરથી ૧૫ જુગારીઓને પકડી લીધા હતા જો કે, જુગારધામના પાંચ સંચાલકોને પકડવા તજવીજ ચાલી રહી છે અને હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા ૨,૩૬,૫૦૦ સહીત કુલ ૩,૦૭,૫૦૦ નો મુદામાલ કબજે કરીને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે આરડીસી બેન્કની સામે જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજાના કબ્જા ભોગવટા વાળાના ઢોર બાંધવાના વાડામાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે નવીનભાઇ કાલીદાસભાઇ પટેલ, સુનિલભાઇ નંદલાલભાઇ પટેલ, કાસમભાઇ અબ્દુલભાઇ સંધી, પ્રવિણભાઇ અંબારામભાઇ વીડજા, નરેન્દ્રભાઇ નાથાલાલ વીડજા, જયંતિભાઇ ત્રિભોવનભાઇ જાકાસણીયા, અરવિંદભાઇ દુર્લભજીભાઇ કોળી, દિનેશભાઇ પોલજીભાઇ જશાપરા, વિનોદભાઇ જેશંગભાઇ કોળી, વિમલભાઇ શાંતિલાલ પટેલ, દલસુખભાઇ ધનજીભાઇ પટેલ, કરશનભાઇ હેમુભાઇ કોળી, રમેશભાઇ ગોવિંદભાઇ પટેલ, હરદેવસિંહ ગુલાબસિંહ જાડેજા અને દિનેશભાઇ રમેશભાઇ પટેલ રહે. બધા જ જુના ઘાટીલા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જો કે, જુગારની રેડ કરી ત્યારે વિજયભાઇ મગનભાઇ વીડજા, રમેશભાઇ ભોજીયા દેવીપુજક, અશ્વિનભાઇ ઉર્ફે કાનો મનજીભાઇ વીડજા, ધર્મેન્દ્રભાઇ ઠાકરશીભાઇ વીડજા અને જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજા  રહે. બધા જુના ઘાંટીલા હાજર ન હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા ૨,૩૬,૫૦૦ અને ૧૬ મોબાઈલ ફોન જેની કિંમત ૭૧૦૦૦ આમ કુલ ૩,૦૭,૫૦૦ નો મુદામાલ કબજે કરીને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, આરોપી વિજયભાઇ મગનભાઇ વીડજા, રમેશભાઇ ભોજીયા દેવીપુજક, અશ્વિનભાઇ ઉર્ફે કાનો મનજીભાઇ વીડજા, ધર્મેન્દ્રભાઇ ઠાકરશીભાઇ વીડજા તથા જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજા બધા ભેગાને આ જુગાર ધામ ભાગીદારીમાં જીજ્ઞેશભાઇ વીડજાના કબ્જા વાળા ઢોરના વાડામાં ચલાવતા હતા 






Latest News