મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે દારૂ ભરેલ સ્કોર્પિયો દીવાલ તોડીને ખાડામાં પડી: દારૂ સહિત ૨.૧૨ લાખનો મુદામાલ કબજે


SHARE









મોરબીના પીપળી પાસે દારૂ ભરેલ સ્કોર્પિયો દીવાલ તોડીને ખાડામાં પડી: દારૂ સહિત ૨.૧૨ લાખનો મુદામાલ કબજે

મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ મારુતિ પાર્ક સોસાયટીની પાછળ આવેલ પાણીના વેણમાં સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૩ બીએ ૬૯૩૧ પડી હતી જેથી કરીને પોલીસ દ્વારા તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી ૬૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો માટે ૧૨ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા બે લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને૨.૧૨ લાખ નો મુદ્દામાલ પોલીસે સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જો કે, પોલીસ પાસેથી જાણવા મળતી વધુ વિગત પ્રમાણે ગાડીમાં દારૂનો જથ્થો ભર્યા બાદ ગાડી મારુતિ પાર્ક સોસાયટીની દિવાલ તોડી દિવાલની બાજુમાં આવેલ ખાલી પાણીના વેણમાં ખાડામાં પડતા ગાડીનો ચાલક તેની ગાડી ત્યાં મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં કાળા કલરની સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૩ બીએ ૬૯૩૧ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News