ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામે હોટલમાંથી નસીલી સીરપની ૨૮ બોટલો મળી


SHARE







ટંકારાના હીરાપર ગામે હોટલમાંથી નસીલી સીરપની ૨૮ બોટલો મળી

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં નસીલી સીરપનો વેચાણ કરવામાં આવતું હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે દરમિયાન ટંકારા તાલુકાના હીરાપર ગામે હોટલમાં રાખીને ત્યાંથી વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં ચેક કરવામાં આવતા નસીલી સિરપની ૨૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે તેને કબજે કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાધલ અને તેની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ટંકારા તાલુકાના હીરાપર ગામ પાસે આવેલ સહકાર કોટનની બાજુમાં રજવાડી હોટલ નામની દુકાનમાં દુકાનદાર નિતેશભાઇ ઉર્ફે લાલો ભુદરભાઈ ફેફર જાતે પટેલ (૩૨) તેની દુકાનમાં નસીલી સીરપ રાખીને રાખીને તેનું વેચાણ કરતો હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં ચેક કરતા સ્થળ ઉપરથી નસીલી સીરપની ૨૮ બોટલો મળી આવી હોય પોલીસે ૪૨૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આ નસીલી સિરપના કોઈ પણ પ્રકારના બિલ કે પુરાવા દુકાનદાર પાસે ન હોવાથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News