મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ જેતપરડા રોડ ઉપર એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં બોઇલર વિભાગમાં કોલસા નાખવાનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે કન્વેયર બેલ્ટમાં તેનો જમણો હાથ આવી ગયો હોવાથી તે યુવાને ઇજા થઈ હતી જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યો બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ જેતપરડા રોડ ઉપર એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કિશનભાઇ નરાભાઈ બિલવાલ જાતે આદિવાસી (૨૪) નામનો યુવાન કારખાનામાં બોઇલર વિભાગમાં કોલસા નાખવાનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે કરને ક્ન્વેયર બેલ્ટમાં તેનો જમણો હાથ આવી ગયો હતો જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ હકુભાઈ વાસાણી ચલાવી રહ્યા છે






Latest News