મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ ફરિયાદ કરનારા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં પોલીસ ફરિયાદ કરનારા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીની રામજીયાણી શેરીમાં રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને તેને ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને યુવાને હાલમાં વધુ એક ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ રામજીયાણી શેરીમાં રહેતા વિરલભાઈ જગદીશભાઈ મીરાણી જાતે લોહાણા (૩૨)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સિકંદર દિલાવરભાઇ મોવર રહે. ગોકુલ ફાર્મ સામે સ્વાસ્તીક એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, અગાઉ તેણે સિકંદર સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેનો ખાર રાખીને આરોપી સિકંદર મોવરે તેને ફોન કર્યો હતો અને ફોનમાં બેફામ ગાળો આપીને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.બી. ઝાલા ચલાવી રહ્યા છે




Latest News