મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીની વીસી હાઇસ્કુલમાં અજાણ્યા શખ્સો દ્વારા ચોરીનો પ્રયાસ


SHARE









મોરબીની વીસી હાઇસ્કુલમાં અજાણ્યા શખ્સો દ્વારા ચોરીનો પ્રયાસ

મોરબી શહેરની મધ્યમાં આવેલ વીસી હાઇસ્કુલમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને અજાણ્યા શખ્સોએ રાતે કોઈપણ જગ્યાએથી સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ત્યાં ફરજ પર મૂકવામાં આવેલ પોલીસ કર્મચારી તેને જોઈ જતા આ અંગેની તાત્કાલિક હોમગાર્ડ અને પોલીસને જાણ કરવામાં આવતા હોમગાર્ડના જવાનો ત્યાં દોડી આવ્યા હતા અને પોલીસ જવાને હાઇસ્કૂલમાં દેખાયેલા અજાણ્યા શખ્સને પડકારતા પથ્થરના ઘા કર્યા હતા અને ત્યાર બાદ સ્કૂલમાં રાત્રિના સમયગાળામાં આવેલ શખ્સો અંધારામાં ઓગળી ગયા હતા જોકે આ બનાવ સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સમયાંતરે રાતે ચોરીની ઘટનાઓ બનતી હોય છે તેવામાં મોરબી શહેરના મધ્યમાં આવેલ વીસી હાઇસ્કુલ ખાતે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી માહિતી સામે આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાત્રે દરમિયાન વીસી હાઇસ્કુલમાં પોલીસ કોન્સ્ટેબલને ફરજ ઉપર રાખવામાં આવે છે તેવામાં રાત્રિના સમયે અજાણ્યા પાંચ શખ્સો કોઈ પણ રીતે સ્કૂલમાં ઘુસ્યા હતા અને તેને પોલીસ કર્મચારી જોઈ જતા તાત્કાલિક આ અંગેની જાણ હોમગાર્ડ અને પોલીસને  કરી હતી જેથી હોમગાર્ડ અને પોલીસના જવાનો ત્યાં આવ્યા હતા ત્યારે અંદર ઘૂસેલા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ અજાણ્યા પાંચેક શખ્સો જે હાઇસ્કૂલમાં આવ્યા હતા તે અંધારામાં ઓગળી ગયા હતા આ બનાવની ચોમેર ચર્ચા થઈ રહી છે જોકે, આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી ત્યારે સવાલ ઊભો થાય છે કે રાતની દરમિયાન બંધ મકાન, દુકાન, ગોડાઉન વિગેરેને નિશાન બનાવીને તસ્કરો ચોરી કરતા હોય છે પરંતુ હાઈસ્કૂલને શા માટે નિશાન બનાવી તે સૌથી મોટો પ્રશ્ન છે






Latest News