મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડી પાસે વૃદ્ધને માર મારવાના ગુનામાં ત્રણ શખ્સોની ધરપકડ


SHARE







 

મોરબીની લીલાપર ચોકડી પાસે વૃદ્ધને માર મારવાના ગુનામાં ત્રણ શખ્સોની ધરપકડ

મોરબીમાં દીકરાએ કરેલ પોલીસ ફરીયાદનો ખાર રાખીને તેના વૃદ્ધ પિતાના બાઈકની સાથે કાર અથડાવીને લીલાપર ચોકડી પાસે હુમલો કરવામાં આવ્યો હતો અને માર મરવામાં આવ્યો હતો.જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો પ્રયાસ, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડે આવેલ ત્રિદેવનગરમાં રહેતા અરજણભાઇ પાલાભાઇ રાઠોડ જાતે અનુ.જાતી (ઉમર ૬૬) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને રવીભાઇ વાલાભાઇ ખાંભલા તથા બે અજાણ્યા શખ્સો સહિત કુલ મળીને ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, મારા દિકરા અમૃતભાઇ રાઠોડે સામાવાળા રવિભાઇ ખાંભલા વિરૂધ્ધ ફરીયાદ કરેલ હતી જેનો ખાર રાખીને રવિભાઇ ખાંભલા તથા બે અજાણ્યા શખ્સો નંબર વગરની સ્વીફટ કાર લઇને આવ્યા હતા અને ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદીના બાઇક નંબર જીજે ૩૬ એચ ૧૮૦૮ સાથે લીલાપર રોડ વિલસન પેપરમીલ સામે રવિ ટેલર પાસે સામેથી સ્વીફટ કાર અથડાવી હતી જેથી કરીને ફરીયાદી અરજણભાઇ બાઇક સહિત રસ્તા ઉપર પડી જતાં આરોપીઓએ કારમાંથી લાકડાના ધોકા સાથે નીચે ઉતરીને તેઓને શરીરે આડેધડ લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરીને લૂંટ કરી હતી. જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૩૯૨, ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમ- ૩(૧) (આર) (એસ), ૩(૨)(૫) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી આ ગુનામાં પોલીસે હાલમાં રવિભાઇ વાલાભાઈ ખાંભલા (૩૩) રહે. એજીએમસી ટાવર ન્યૂએરા સ્કૂલ પાસે રવાપર મોરબી, વિશાલભાઈ દેવજીભાઇ આલ (૨૩) રહે. શનાળા અને પિન્ટુ નારણભાઇ અજાણા (૨૨) રહે. ઘુનડા (સ) ટંકારા વાળાની ધરપકડ કરેલ છે






Latest News