મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં બેંગલ દુર્ગા પુજા ગ્રુપ કમીટી દ્વારા નારી શકિત દુર્ગા થીમ ઉપર દુર્ગા પુજાનું આયોજન કરાયું


SHARE









મોરબીમાં બેંગલ દુર્ગા પુજા ગ્રુપ કમીટી દ્વારા નારી શકિત દુર્ગા થીમ ઉપર દુર્ગા પુજાનું આયોજન કરાયું

મોરબી માં નવરાત્રીના છઠ્ઠા દિવસથી નારી શકિતના તહેવારને મહોત્સવ તરીકે ઉજવવાના અને હર એક નારીની અંદર રહેલી શકિતને ઓળખવા માટે નારી શકિત દુર્ગાના વિષયને ખરા અર્થમાં સાર્થક કરતું દેવી દુર્ગાના વિરાટ અને શકિત સ્વરૂપના દર્શન અને પુજા અર્ચનનો અનેરો મહોત્સવ એટલે કે દુર્ગા પુજા મહોત્સવનું છેલ્લા સાત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.

નારી શકિતના મહાન ઉત્સવ સમાન દુર્ગા પુજાનો મુળસાર એ છે કે હર એક નારીની અંદર એક ખાસ શક્તિ રહેલી છે એ શકિત ને જાણવાનો અને તેનો અહેસાસ કરવાનો અને યોગ્ય સમય પર તેનો ઉપયોગ કરવાનો, બુરાઈના પ્રતિક સમા મહીસાસુરને મારવાનો અને બુરાઈ ઉપર અચ્છાઈ અન્યાય ઉપર ન્યાય અને અસત્ય ઉપર સત્યનો વિજય નિશ્ચીત છે દુર્ગાપુજામાં બલ, બધ્ધી, જ્ઞાન, સમજ, વિવેક, ન્યાય, સત્ય અને જીવનના ઉચ્ચધ્યેયનો મહા સંગમ છે પાંચ દિવસ ચાલતા આ મહોત્સવમાં મહિસાસુર મર્દીની માં દુર્ગાના વિરાટ રૂપના દર્શન,સૌમ્ય દેવી સરસ્વતીના,સમુધ્ધી અને યશના દેવી લક્ષ્મીના,વિધ્યા અને બુધ્ધીના સ્વામી ગણેશજીના,શૌર્ય અને બલના સ્વામી કાર્તિકેયજીની પુજા સ્તૂતી અને આરતી અને તમામ સંસ્કૃતીક કાર્યક્રમોનો મહા સંગમ છે મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૨૦ થી ૨૪ ઓકટોમ્બર સુધી ૫ દિવસ બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા સાતમાં વર્ષે દુર્ગાપુજા મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે આ દુર્ગા પુજાનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને આયોજકોએ આમંત્રણ આપેલ છે




Latest News