મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારામાં 9.37 કરોડના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરાઇ મોરબીમાં શિવરાત્રીના દિવસે જાહેરનામાનો ભંગ કરીને કતલખાના ચાલુ રાખનારા-નોનવેજનું વેચાણ કરનારાઓ સામે પગલાં લેવા વિહિપ- બજરંગ દળની માંગ મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો મોરબીની ધી.વી.સી હાઇસ્કૂલ અને વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાશે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીનો જન્મદિવસ બાળકોને આનંદ અપાવીને ઉજવાયો મોરબી: ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં, પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેતી ખર્ચ ઘટાડી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડતા ખેડૂતો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા માટેલ રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં નશાની હાલતમાં દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીની હત્યા


SHARE













વાંકાનેરના ઢુવા માટેલ રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં નશાની હાલતમાં દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીની હત્યા

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પતિ-પત્ની વચ્ચે નશાની હાલતમાં મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારે પતિએ પત્નીને માથામાં લાકડું ફટકાર્યું હતું જેથી મહિલાને માથામાં ગંભીર ઇજા થતાં તેની મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હડમતીયાના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર નજીક આવેલ આલાપ રોડ ઉપર દેવ પાર્કમાં સુંદરમ હાઈટના ફ્લેટ નં-૪૦૧ માં રહેતા દિલીપભાઈ ઉર્ફે દિપકભાઈ ભીમજીભાઇ મેરજા જાતે પટેલ (૪૫)એ તેઓના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના રહેવાસી ભાવેશભાઈ હર્ષદભાઈ મકવાણા સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ તેમના બ્રાવેટ ગ્રેનીટો કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ભાવેશભાઈ મકવાણા અને તેઓના પત્ની હંસાબેન મકવાણા વચ્ચે તે બંને કવાર્ટરમાં હતા ત્યારે મારામારીનો બનાવ બન્યો હતો અને તે સમયે ભાવેશભાઈએ તેની પત્નીને માથાના ભાગે લાકડાનો ઘા માર્યો હતો જેથી મહિલાને માથામાં હેમરેજ થઈ જવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં કારખાનેદારની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં કારખાનેદાર પાસેથી જાણવા મળતી વીગત પ્રમાણે નશાની હાલતમાં દંપતી વચ્ચે મારામારીનો કોઈ કારણોસર બનાવ બનેલ હતો જેમાં પતિએ માર માર્યા પત્નીની હત્યા થયેલ છે

શંકાસ્પદ બાઇક

મોરબીના લીલાપર પાસે આવેલ લીલાપર પેપર મીલ પાસેથી પસાર થઈ રહેલ ડબલ સવારી બાઇકને રોકીને પોલીસે તે બાઈક ઉપર જઈ રહેલા વ્યક્તિઓ પાસેથી બાઈકના આધાર પુરાવા માંગ્યા હતા ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી શંકાસ્પદ મિલકત તરીકે પોલીસે જીજે ૧૨ એમ ૭૫૦ નંબરનું બાઈક કબજે કર્યું હતું અને ભીખુભાઈ રાણાભાઇ વાઘેલા જાતે દેવીપુજક રહે. લીલાપર અને હરભમ અમરશીભાઈ વાઘેલા જાતે દેવીપુજકને હસ્તગત કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News