મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીની નાની બજારમાં ઘરમાં જુગાર રમતા ચાર જુગારી ૫૨,૦૨૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીની નાની બજારમાં ઘરમાં જુગાર રમતા ચાર જુગારી ૫૨,૦૨૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીની નાની બજારમાં આવેલ વિશ્વકર્માના મંદિરની પાછળના ભાગમાં રહેણાંક મકાનમાં પોલીસે જુગારી રેડ કરી હતી ત્યારે ઘરધણી સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૨,૦૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની નાની બજારમાં આવેલ વિશ્વકર્મા મંદિરની પાછળના ભાગમાં રહેતા એજાજભાઈ ચાનિયાના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગરની રેડ કરવામાં આવતા ઘરમાંથી જુગાર રમતા ઘરધણી એજાજભાઈ મહેબુબભાઇ ચાનિયા જાતે સંધિ (૨૬) રહે. નાની બજાર વિશ્વકર્મા મંદિર પાસે મોરબી, કિશનભાઇ દિલીપભાઈ કાનાબાર જાતે લોહાણા (૨૫) રહે. અમૃત પાર્ક નવલખી રોડ મોરબી, સુલતાનભાઇ રજાકભાઈ સિપાહી જાતે ખોખર (૩૨) રહે. વાણંદની ભોજન શાળા પાછળ સિપાઈવાસ મોરબી અને મુનીરઅહેમદ રજાકભાઈ કાસમાણી જાતે મેમણ (૩૩) રહે. વીસીપરા બિલાલી મસ્જિદ પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૫૨,૦૨૦ રૂપિયાની રોકડ કબજે કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસેથી પગપાળા ચાલીને અનુપ પ્રવીણભાઈ રાઠવા (૪૦) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાનને કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટ લેતા ઇજા થઈ હતી જેથી કરીને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News