આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી પાસે બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE













મોરબીના વાવડી પાસે બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ નજીકથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક આડે ગાય ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તાર અને નેશનલ હાઈવે ઉપર ચોમેર ગૌવંશ જોવા મળતા હોય છે જો કે, રજડતા ઢોરને રસ્તા ઉપરથી હટાવવા માટેની જવાબદાર તંત્ર દ્વારા કોઈ નકકર કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને રજડતા ઢોરના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે દરમિયાન મોરબી નજીકના મકાનસર ગામે આવેલ ગોકુલનગરમાં રહેતો રવિ મહાદેવભાઇ ધરોડિયા (૨૯) નામનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મોરબી નજીકના વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ગાય ઉતારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજાઓ થઈ હતી રવિ ધરોડીયાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા વનિતાબેન મગનભાઈ ઉઘરેજા (૪૨) નામના મહિલા પીપળી ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીકથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી અને ઇજાગ્રસ્ત વનિતાબેનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી  તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

માર માર્યો

મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા લીલાબેન અમરસીભાઈ દેલવાણીયા (૭૦) નામના વૃદ્ધાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News