મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ કરિયાવર બાબતે ત્રાસની પતિ સહિત નવ સામે નોંધાવી ફરિયાદ


SHARE









મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ કરિયાવર બાબતે ત્રાસની પતિ સહિત નવ સામે નોંધાવી ફરિયાદ

મૂળ અમદાવાદના રહેવાસી અને હાલમાં મોરબીમાં રોહીદાસપરા વિસ્તારમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિ સહિત કુલ મળીને નવ વ્યક્તિઓ સામે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની અને કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને ગાળો આપી હોવાની મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદમાં જીવરાજ ચાર રસ્તા પાસે આવેલ વેજલપુરમાં કૈલાશ ટેનામેન્ટ ખાતે રહેતા અને હાલમાં મોરબીના રોહીદાસપરા-૩ માં માવતરના ઘરે રહેતા મનિષાબેન નુતનભાઇ પંડ્યા (૨૬)એ તેના પતિ નુતનભાઇ પ્રવીણભાઈ પંડ્યા, સસરા પ્રવીણભાઈ ભાનુભાઈ પંડ્યા, સાસુ સવિતાબેન પ્રવીણભાઈ પંડ્યા, મોટા સસરા પ્રભુદાસભાઈ ભાનુભાઈ પંડ્યા, જેઠ પ્રકાશભાઈ પ્રવીણભાઈ પંડ્યા, જેઠાણી ફાલ્ગુનીબેન પ્રકાશભાઈ પંડ્યા, નણંદ ગીતાબેન અશોકભાઈ ગાંગેરા, નણંદ કલ્પનાબેન ભુપેશભાઈ શુકલ અને નણદોઇ રૂપેશભાઈ મોતીલાલ શુકલની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, નાની નાની બાબતો માટે તેની સાથે માથાકૂટ કરતા હતા અને મેણાં ટોણાં મારતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ કરિયાવર ઓછો લાવી છો તેવું કહીને ગાળો આપતા હતા અને તેના પતિને ખોટી ચડામણી કરતા હતા જેથી મહિલાએ નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ભડીયાદ ગામે રહેતો હાર્દિક વિનોદભાઈ ચૌહાણ (૩૦) નામનો યુવાન બાઇક લઈને રફાળેશ્વર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક ઉપરથી નીચે પડી જતા હાર્દિક ચૌહાણને ઇજાઓ થઈ હતી જેથી કરીને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા આશાબેન નીતિનભાઈ સાગઠીયા (૩૯)ને તેઓના પતિ દ્વારા મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એચ.એમ. મકવાણા કરી રહ્યા છે




Latest News