મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ઓપન મોરબી ગરબા હરિફાઈનું ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા આયોજન


SHARE









ઓપન મોરબી ગરબા હરિફાઈનું ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા આયોજન

મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા “ઓપન મોરબી ગરબા” હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૫ થી ૪૫ વર્ષ સુધીના બહેનો ભાગ લઈ શકે છે અને આ હરીફાઈ ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા તા. ૨૯-૧૦-૨૦૨૩ને રવિવારના રોજ મોરબીમાં રાખવામા આવેલ છે

ઓપન મોરબી ગરબા હરિફાઈનું મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા આયોજન કરેલ છે.જેમાં ૫ વર્ષથી ઉપરના અને ૪૫ વર્ષ સુધીના બહેનો ભાગ લઈ શકશે. બેસ્ટ એકસન, બેસ્ટ ડ્રેસમાં, પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરે આવનાર ખેલૈયાઓને ઈનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે. તો ભાગ લેવા ઈચ્છુ બહેનોએ કલબના સભ્યોનો સંપર્ક કરીને નામ નોંધાવવાનું રહેશે અને બહેનોની એન્ટ્રી ફી ૫૦ રૂપિયા રાખવામા આવેલ છે અને નામ નોંધાવવાની છેલ્લી તા.૨૫ રાખવામા આવી છે અને આ ગરબા હરીફાઈ માટે ભારતીબેન રાચ્છ કૃષ્ણ નગર-૨ ગાયત્રીનગર અંદર (૯૦૯૯૩૪૭૭૭૩), વંદનાબેન જોષી ૩૦૩ ગ્રીન હીલ્સ એપાર્ટમેન્ટ સરદારબાગ સામે પેટ્રોપંપ વાળી શેરી (૮૧૨૮૬૩૮૩૮૦) અને ચંદ્રીકાબેન પલાણ વસંત પ્લોટ-2 (૯૧૦૬૮૭૭૧૪૮) તેમજ ધર્મિષ્ઠાબેન વ્યાસ, આલાપ રોડ, ખોડીયાર પાર્ક મોરબી, બિંદીયાબેન રામાવણ રવાપર રેસીડન્સી મોરબી, શશીકાંતભાઈ મહેતા ગૌતમ કલોથ જેઈલ રોડ મોરબી અને નિશર્ગ શાહ કલાપૂર્ણ સ્ટોર, બજાર લાઇન મોરબીનો નો સંપર્ક કરીને નામ નોંધાવવાના રહેશે આ કાર્યક્રમ તા ૨૯ ને રવિવાર સાંજે ૪ થી ૭ દરમ્યાન ઓમ શાંતી સ્કૂલ,સરદાર બાગ સામે, મોરબી ખાતે યોજાશે તેવું ભાવેશ એન. દોશી તેમજ હર્ષદ પી. ગામીએ જણાવ્યુ છે અને આ કાર્યક્રમ માટે કલબના સભ્ય રૂચિરભાઈ કારીઆ અને ચંદ્રીકાબેન કિશોરભાઈ પલાણ, મુકેશભાઇ ચારોલા અને તરૂણભાઇ પેથાપરા તરફથી સહકાર મળેલ છે




Latest News