મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

વાંકાનેરના વીરપર ગામે વાડીએ એરંડાના પાકમાંથી દારૂનો જથ્થો પકડાયો


SHARE









વાંકાનેરના વીરપર ગામે વાડીએ એરંડાના પાકમાંથી દારૂનો જથ્થો પકડાયો

વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં આવેલ વાડીમાં એરંડાના પાકની વચ્ચે દારૂ હોવાની હક્કિત મળી હતી જેના આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા આથો મળી આવતા પોલીસે ૧૬૦૦ લિટર આથો તથા ૬૦ લિટર તૈયાર દેશી દારૂ મળી કુલ ૪૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામની ધન કેળા તરીકે ઓળખાતી સીમમાં ભુરાભાઈ રીબડીયાની વાડી આવેલ છે અને ત્યાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે આરોપીની વાડીમાં એરંડાના પાકની વચ્ચે દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતો ૧૬૦૦ લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને ૩૨૦૦ ની કિંમતનો આથો અને ૬૦ લિટર તૈયાર દેશી દારૂ જેની કિંમત ૧૨૦૦ રૂપિયા આમ કુલ મળીને ૪૪૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને આરોપી ભુરાભાઈ ચોંડાભાઈ રીબડીયા જાતે કોળી (૨૭) રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News