હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના બાળકીની હત્યાના બનાવમાં નવો ધડાકો: પુરવાનો નાશ કરવાનો કર્યો હતો આરોપીએ પ્રયાસ


SHARE













મોરબીના બાળકીની હત્યાના બનાવમાં નવો ધડાકો: પુરવાનો નાશ કરવાનો કર્યો હતો આરોપીએ પ્રયાસ

વર્તમાન સમયમાં સમાજ માટે લાલબતી સમાન કિસ્સાઓ ઘણી વખત સામે આવે છે આવો જ એક બનાવ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં સામે આવેલ છે જેમાં કારખાનના ગોડાઉનમાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલાં કરવામાં આવ્યા હતા જેથી કરીને સગીરાએ બૂમા બૂમ કરતાં પડાઈ જવાની ડરથી અડપલાં કરનારા શખ્સે તેને મોઢે ડૂચો માર્યો હતો જેથી કરીને તે બાળકીનું મોત નીપજયું હતુ અને બાદમાં આરોપીએ પુરવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો હાલમાં પોલીસે બાળકીના પિતાની ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

આધુનિક યુગમાં ટેક્નોલોજીનો સદુપયોગ કરવાના બદલે દૂર ઉપયોગ વધુ થતો હોવાના લીધે જેની કલ્પના પણ કોઈ ન કરે તેવી ઘટના બનતી હોય છે આવી જ એક ઘટના મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ન્યુ રોયલ સીરામીક કારખાનામાં બનેલ છે ત્યાં ટાઇલ્સનો માલ ભરેલા ગોડાઉનમાંથી ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાનની પાંચ વર્ષની દીકરીની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી જેથી પોલીસે બાળકીનું ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતું ત્યારે તેને મોઢે ડૂચો મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે બાળકીના પિતાની ફરિયાદ લઈને આરોપી રવિભાઇ મનસુખભાઇ મેંદપરા રહે. મહેન્દ્રનગર ગામાં વાળની ધરપકડ કરેલ છે

આ બનાવની મોરબી તાલુકા પોલીસને કારખાનેદાર દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે સ્થળ ઉપર પહોચી હતી અને બાળકીના મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને તાલુકા પોલીસ તેમજ એલસીબીની ટીમે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં ન્યુ રોયલ કારખાનામાં ટાઈલ્સના સેમ્પલ લેવાનુ કામ કરતાં રવિભાઇ મનસુખભાઇ મેંદપરાને પકડીને પૂછપપરછ કરવામાં આવતા તેને બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી અને આ બાળકીને કોઈ લાલચ આપીને તે ન્યુ રોયલ ફેકટરીના ગોડાઉનમાં લઇ ગયો હતો અને ત્યાં બાળકીની સાથે શરીરે અડપલા કર્યા હતા અને ચેન-ચાળા કરતાની સાથે બાળકીએ બૂમાબૂમ કરીને દેકારો કરતાં તેનું મોઢું બંધ કરવા માટે મોઢે ડૂચો માર્યો હતો જેથી તે બાળકીનું મોત નીપજયું હતું હવાસના ભૂખ્યા આ શખ્સને માત્ર પાંચ વર્ષની બાળકી સાથે અડપલાં કરીને બાળકીની હત્યા કરી નાખી હતી આટલું જ નહીં પુરવાનો નાશ કરવા માટેનો પ્રયત્ન પણ કર્યો હતો જેથી કરીને પોલીસે માસૂમ બાળકીની હત્યા કરનારા આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી લીધેલ છે અને આરોપીને પકડીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે






Latest News