મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે ગરબીમાં પ્રાચીન રસની સાથે આદિવાસી શ્રમિકો માટે ટીમલી રાસ યોજાયો


SHARE









ટંકારાના હડમતિયા ગામે ગરબીમાં પ્રાચીન રસની સાથે આદિવાસી શ્રમિકો માટે ટીમલી રાસ યોજાયો

ટંકારા તાલુકાના હડમતિયા ગામે આવેલ રામજી મંદિર ચોક ખાતે નવ દિવસમાં નવદુર્ગાની આરાધના નવરાત્રીમાં કરવામાં આવે છે. છેલ્લા ૪૫ વર્ષથી અહીંયા ગરબી લેવામાં આવે છે અહીંયા ડિસ્કો ડાંડીયાની ગરબી નથી પરંતુ પ્રાચીન રાસ લેવામાં આવે છે અહીંયા ગરબીમાં પ્રારંભમાં નાની બાળાઓ ત્યારબાદ મહિલાઓ અને છેલ્લે પુરુષો પણ રાસ ગરબે રમે છે દર વર્ષે બાળાઓને લહાણી આપવામાં આવે છે આ વર્ષે સ્વ. શર્મિલાબેન રસીકભાઈ રામાવત હસ્તે જીજ્ઞેશ રસીકભાઈ રામાવત, શ્રીમતી જીજ્ઞાબેન જીજ્ઞેશભાઈ, હસમુખભાઈ ધનજીભાઈ ખાખરીયા તથા રજનીકાંત પ્રેમજીભાઈ સંઘાત દ્વારા લ્હાણી આપવામાં આવી હતી. આ ગરબીનું સંચાલન જુના ગામમાં વિક્રમભાઈ ડી. ગોહેલ તથા નવા પ્લોટમાં કિશોરભાઈ  એમ. કામરીયા કરે છે અત્રે ઉલેખનીય છેકે, ગામમાં પ્રાચીન ગરબીની જમાવટ હોય છે જેમાં ભુવા રાસ, મેલડી માતાજી રાસ, જલતા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે નવા પ્લોટમાં "નવદુર્ગા ગરબી મંડળ" માં પ્રાચીન ગરબા લેવાઈ છે તેની સાથોસાથ બહારથી મજૂર કામ માટે આવેલ આદિવાસી પરિવારો માટે ખાસ કરીને ટીમલી રસનું આયોજન ગરબીમાં કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી પરિવારોએ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી




Latest News