મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીની શ્રી પાટીદાર નવરાત્રિની ટીમે બે સેવાકીય સંસ્થાને કરી ૧૦.૬૨ લાખની આર્થિક સહાય


SHARE









મોરબીની શ્રી પાટીદાર નવરાત્રિની ટીમે બે સેવાકીય સંસ્થાને કરી ૧૦.૬૨ લાખની આર્થિક સહાય

ગુજરાત અને ગરબા એ બન્ને એક સિક્કાની બે બાજુ છે તેમ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, નવરાત્રી નજીક આવે એટલે ગરબા યાદ આવે અને ગરબા યાદ આવે એટલે અચૂક ગુજરાત પણ યાદ આવે જ છે છેલ્લા નવ દિવસમાં નવરાત્રી દરમ્યાન ખેલૈયાઑ પરિવારજનો અને મિત્રોની સાથે મનભરીને ગરબે ઘૂમયા છે ત્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડે શ્રી પાટીદાર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજકોની ટીમે પહેલાથી જ જાહેર કર્યું હતું કે, આ નવરાત્રિ કમાણી માટે નહિ પરંતુ સેવાના ભાવ સાથે કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા નવ દિવસમાં જે ખેલૈયાઑ રમવા માટે આવ્યા તેમજ સ્પોન્સરો તરફથી જે પણ આર્થિક સહયોગ મળ્યો તેના થકી જે આવક થઈ હતી તેમાંથી ૮.૫૧ લાખ રૂપિયા કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબીને આપવામાં આવેલ છે અને ૨.૧૧ લાખ રૂપિયા રવાપર ગામ પાસે આવેલ માધવ ગૌશાળામાં આપવામાં આવેલ છે આમ શ્રી પાટીદાર નવરાત્રિ મહોત્સવની ટીમે જુદીજુદી બે સેવકીય સંસ્થાઓને ૧૦.૬૨ લાખની આર્થિક મદદ કરેલ છે અને આ આયોજકો દ્વારા ગરબે રમવા માટે આવેલા ખેલૈયાઓ માટે જે વ્યવસ્થા કરી હતી ટેન ખેલૈયાઓ દ્વારા ભારોભાર પ્રસંશા કરવામાં આવી છે અને સૌથી મોટી વાતે છે કે, નવરાત્રીના નવ દિવસમાં કોઈ પણ પ્રકારનો વિવાદ શ્રી પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં થયેલ નથી




Latest News