મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ખોખરા હનુમાન ધામમાં નવનિર્મિત ભવનનું ઉદ્દઘાટન


SHARE







મોરબીમાં રવિવરે  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ખોખરા હનુમાન ધામમાં નવનિર્મિત ભવનનું ઉદ્દઘાટન

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર અને બેલા ગામની વચ્ચે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરૂ સંસ્કૃત મહાવિદ્યાલય તેમજ ગુરૂકુળના નવા ભવનનું તા.૩ ને રવિવારના રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ઉદઘાટન કરાશે.ભરતનગર નજીક આવેલ ખોખરા હનુમાન હરિહરધામમાં કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરૂકુળનું તા.૩ ને રવિવારના રોજ ઉદ્દઘાટન થશે.ઉદઘાટન સમારોહ બાદ કેશવાનંદ વેદ વિદ્યાલયના ઋષિકુમારો દ્વારા વૈદિક કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ સંતોનાં આશીર્વચન તથા મહાનુભવોનું પ્રાસંગિક વક્તવ્ય યોજાનાર છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરાવામાં આવેલ છે.

ઉદઘાટન સમારોહમાં રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તેમજ અતિથિ તરીકે ઇન્દોર ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય હાજર રહેશે.તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને વિનોદભાઇ ચાવડા, તાજેતરમાં જ વરણી પામેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન હસુભાઈ પંડ્યા કરશે.






Latest News