મોરબીમાં રવાપર રોડ ઉપર કરવામાં આવેલ દિલધડક લૂંટના બંન્ને આરોપીઓને પોલીસે દિલ્હીથી દબોચ્યા
SHARE









મોરબીમાં રવાપર રોડ ઉપર કરવામાં આવેલ દિલધડક લૂંટના બંન્ને આરોપીઓને પોલીસે દિલ્હીથી દબોચ્યા
મોરબી રવાપર રોડ ઉપર આવેલ લીલાલહેરની બાજુમાં આંગડીયા પેઢીના કર્મચારીને હથિયાર બતાવીને આંખમાં મરચાની ભુકી છાંટીને લુંટ કરવામાં આવી હતી જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં પોલીસે હાલમાં દિલ્હીની સ્પેશ્યલ પોલીસની મદદથી ટંકારા તાલુકાનાં બંગાવડી ગામના એક શખ્સ અને સુરતના એક શખ્સની ધરપકડ કરેલ છે અને ગણતરીના દિવસોમાં ચકચારી લૂંટના ગુણનો ભેદ ઉકેલી નાખ્યો છે
મોરબી પંચાસર રોડ ઉપર આવેલ ઉમીયાજી સોસાયટીમાં સરદાર હીલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા વસંતભાઇ ગંગારામભાઈ બાવરવા પાસેથી આંગડીયામાં આવેલ રોકડા રૂપીયા એકટીવા મોટર સાયકલમાં આગળના ભાગે રાખીને ગંગાર્દશન એપાર્ટમેન્ટથી નીકળી રવાપર ચોકડી થઇને બાપા સીતારામ ચોક લીલા લહેર પાસેથી પસાર થતાં હતા ત્યારે મોટર સાયકલ પર આવેલ બે અજાણ્યા ઇસમોએ મરચાની ભુકી છાંટી પૈસા ભરેલ પાર્સલની લુંટ કરી હતી અને તેઓએ પ્રતિકાર કરતા એક ઇસમે રીવોલ્વર જેવું હથિયાર કાઢી તેને માથામાં બે ત્રણ ઘા મારી ઇજા પહોચાડી હતી અને અમુક રકમની લુંટ કરી નાશી ગયેલ હતા જેથી કરીને પોલીસે વસંતભાઈની ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧) (બી) મુજબ ગુનો નોંધ્યો હતો અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ઘટનોનો લાઈવ વિડીયો વાયરલ થયો હતો જેથી કરીને તેના આધારે પોલીસે જુદીજુદી આઠ ટીમો બનાવીને જુદીજુદી દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા હતા
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે આરોપીનો ફોટો બતાવી તેમજ ટેકનીક માધ્યમ, હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા લુંટ કરનાર બન્ને આરોપીઓએ પકડવા માટે તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં એલ.સી.બી.ના શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને હકિકત મળી હતી કે, લુંટ કરનાર તેમજ વીડીયોમાં દેખાતા બન્ને ઇસમો પૈકી જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ રહે. બંગાવડી તાલુકો ટંકારા અને સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત રહે. હાલ સુરત મુળ યુ.પી. વાળા છે અને આ બન્ને આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે હોવાની હકીકત મળી હતી અને ગુજકોપમાં સર્ચ કરતા આરોપી સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત અગાઉ સુરત, લીંબડી ખાતે લુંટ મારામારીના ગુનામાં પકડાયેલ છે અને મોરબીની ઘટનાનો વિડીયો ચુડાના કોરડા ગામે કાળુભાઇ ભુપતભાઇ રોજાસરાને બતાવી પુછપરછ કરી હતી ત્યારે તેને વિડિયોમાં દેખાતા બન્ને ઇસમોમાં જયદિપ ઉર્ફે લાલો નાનજીભાઇ પટેલ તથા સંદિપ ઉર્ફે સેન્ડી રાજપુત વાળા હોવાનું જણાવ્યુ હતું
વધુ તપાસમાં એવિ માહિતી સામે આવી હતી કે, બન્ને અવાર નવાર તેના ઘરે આવતા જતા હતા અને બનાવમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ હીરો પ્લેન્ડર પ્લસ વીરમભાઇ રતાભાઇ કોળી રહે. લુણી ગામ વાળાનું છે જેથી લુણા ગામે તપાસ કરતા વીરમભાઇ રતાભાઇ કોળીએ બન્નેને ઓળખતા હોવાનું જણાવ્યુ હતુ અને તેના ઘરેથી ગુનામાં ઉપયોગ થયેલ મોટર સાયકલ મળી આવેલ હતું અને વીરમ કોળીના દાદા ગોરધનભાઇ તથા તેના ભાઈ ગોકળભાઇના અસ્તિવિસર્જન માટે પોતાના કાકા કાનજીભાઇ તથા હરજીભાઇ સાથે હરિદ્વાર ગયો હતો જેથી એલસીબીના પીએસઆઈ એન.બી.ડાભી તેની ટીમ સાથે દિલ્હી, હરિદ્વાર ખાતે રવાના થઈ હતી અને હરિદ્વારમાં આરોપીને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને દરમ્યાન તેઓ ચારેય દિલ્હી નજીક પહોચેલ હોવાનું સામે આવ્યું હતું જેથી દિલ્હી પહોચીને સ્પેશ્યલ સેલ દિલ્હીનો સંપર્ક કરીને લૂંટના ગુનાને અંજામ આપનારા જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ અને સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુતને પકડ્યા હતા અને લૂંટ માટે ઉપયોગ કરેલ હથિયાર તેમજ રોકડા રૂપીયા સાથે મળી આવ્યા હતા જેથી દિલ્હી પોલીસ દ્વારા બન્ને આરોપીઓ વિરૂધ્ધ ગેરકાયદે હથિયાર અંગે ગુનો નોંધાયો છે જે બન્ને આરોપીઓનો કબજો મેળવવા અંગેની મોરબી પોલીસે કાર્યવાહી કરેલ છે આ કામગીરી એસપીની સૂચના મુજબ એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. ટેકનીકલ પેરોલ ફર્લો સ્કોડની ટીમો દ્વારા કરવામાં આવેલ છે .
