વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા વિવિધ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર સેવાનિષ્ઠોને સન્માનિત કરાયા


SHARE

















મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા વિવિધ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર સેવાનિષ્ઠોને સન્માનિત કરાયા

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા દર વર્ષની જેમ સમયાંતરે યોજાતાતો "જાગો ગ્રાહક જાગો" સેમિનાર યોજવામાં આવ્યો હતો.સેમિનારમાં આવેલા લોકોને કઇ રીતે છેતરવામાં આવે છે..? તે અંગે માહિતી આપવામાં આવી હતી અને ઠેતરામણીથી કઈ રીતે બચી શકાય તેમજ જો છેતરાયા હોઈએ તો કઈ રીતે ફરિયાદ કરીને વળતર કે દાદ મેળવા શકાય તે અંગેની માહિતી "જાહો ગ્રાહક જાગો" કાર્યક્રમ અનુસંધાને આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમ્યાન સેવાનિષ્ઠોના સન્માન પણ કરવામાં આવ્યા હતા.

મોરબી શહેર ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી પોલીસ, બેંક, પોસ્ટ, પુરવઠા વગેરે વિભાગના નિષ્ઠાવાન કર્મચારીઓ, અલગ-અલગ ક્ષેત્રે સેવા કરતા લોકો અને મોરબીનુ ગૌરવ કહી શકાય તેવા લોકો તેમજ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીનું સાલ ઓઢાળીને તેમજ શીલ્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે રાજકોટના પૂર્વ સાંસદ રમાબેન માવાણી અને રામજીભાઈ માવાણી, દિલીપભાઈ અગેચાણીયા (પ્રમુખ બાર એસોસીએશન-મોરબી, ઘનશ્યામસિંહ ઝાલા (પ્રમુખ શ્રી નારાયણ સેવા સંસ્થા-મોરબી શાખા) તેમજ મનીપ્લસ શરાફી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ અને અન્ય મહાનુભવોએ હાજરી આપી હતી.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતા, બળવંતભાઇ ભટ્ટ અને રામભાઇ મહેતા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News