મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે ભાયુ ભાગની જમીનની તકરારમાં ફાયરિંગ કરનારા કૌટુંબિક ભાઈ-ભત્રીજાઓ સામે ફરિયાદ


SHARE









હળવદના સાપકડા ગામે ભાયુ ભાગની જમીનની તકરારમાં ફાયરિંગ કરનારા કૌટુંબિક ભાઈ-ભત્રીજાઓ સામે ફરિયાદ

હળવદ તાલુકાના સાપકડા ગામે બટુક મહારાજના આશ્રમની સામેથી પસાર થઈ રહેલા વૃદ્ધ ઉપર તેના જ કૌટુંબિક ભાઈ અને ભત્રીજાઑ દ્વારા ભાયુ ભાગની જમીન બાબતે અગાઉ થયેલ તકરાર અને ત્યાર પછી થયેલ સામસામે ફરિયાદનો ખાર રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને વૃદ્ધને પગ અને પેટના ભાગે ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ વૃદ્ધ દ્વારા તેના કૌટુંબીક ભાઈ અને બે ભત્રીજાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા જાતે દલવાડી (૬૦)એ તેના કૌટુંબિક ભાઈ હરેશભાઈ દલુભાઈ ચાવડા અને ભત્રીજા ભાવેશભાઈ હરેશભાઈ ચાવડા તથા પ્રકાશભાઈ હરેશભાઈ ચાવડા રહે. ત્રણેય સાપકડા ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સાપકડા ગામ પાસે આવેલ બટુક મહારાજના આશ્રમની સામેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણેય આરોપીએ ત્યાં આવીને અગાઉ થયેલ ભાયુ ભાગની જમીન બાબતની તકરાર અને સામસામેની ફરિયાદનો ખાર રાખીને ફરિયાદીને જાનથી મારી રાખવાના ઇરાદે હરેશભાઈએ પોતાના હાથમાં રહેલ બંદૂકમાંથી ભડાકો કર્યો હતો અને ફરિયાદીને ડાબા પગમાં ઢીચણના ભાગે ઇજા કરી હતી તેમજ ભાવેશભાઈએ પોતાના હાથમાં રહેલ બંદૂકમાંથી ભડાકો કરીને ફરિયાદીને ડાબા પગથી ઉપર થી ઉપરના ભાગમાં અને પેટના ભાગે ઈજાઓ કરી હતી તો પ્રકાશભાઈ તેના હાથમાં રહેલ પાઇપ લઈને મારવા માટે ફરિયાદીની પાછળ દોડ્યો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આઇપીસી કલમ ૩૦૭,૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧-બી)(એ), ૨૭ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ત્રણ વ્યક્તિની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા કંચનબેન પટેલ (૪૮) નામના મહિલા બહારથી પોતાના ઘર તરફ એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એકટીવા સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News