હળવદના સુંદરી ભવાની ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના આમરણ ગામે ડબલ સવારી બાઇક આડે ખુટિયો ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત વૃધ્ધા સારવારમાં
SHARE
મોરબીના આમરણ ગામે ડબલ સવારી બાઇક આડે ખુટિયો ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત વૃધ્ધા સારવારમાં
મોરબી તાલુકાના આમરણ ગામ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક આડે ખુટિયો ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધાને ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા સવિતાબેન લક્ષ્મણભાઈ કાસુન્દ્રા (૭૩) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને આમરણ ગામથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે ગામ પાસે બાઇક આડે ખુટિયો ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં સવિતાબેન કાસુન્દ્રાને ઇજાઓ થઈ હતી જેથી કરીને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવા આવ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
માર મારીમાં ઇજા
મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ રાઘવ પ્લાઝા નજીક રહેતા દિનેશભાઈ બાલમુકુંદ તિવારી (૩૫) નામના યુવાનને પેપરમીલ પાસે મારા મારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર રહેતો લાલજી અરજણ મારું (૩૦) નામનો યુવાન મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં મંગલમ હોસ્પિટલ પાસેથી પગપાળા જઇ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે પડી જતાં અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા મહેન્દ્રભાઈ તખ્તસિંહ ઠાકોર (૫૦) નામના આધેડ મોરબીના નગર દરવાજા પાસે આવેલ ખવાસવાસ નજીક ઉષાપાન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે









