મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી નજીક રસ્તા ઉપર કારને આંતરીને આ રોડ ઉપર હાલવું નહીં કહીને યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE









મોરબી નજીક રસ્તા ઉપર કારને આંતરીને આ રોડ ઉપર હાલવું નહીં કહીને યુવાન ઉપર છરી વડે હુમલો

મોરબી નજીકના તળાવિયા સનાળા ગામથી ઉંચી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપર યુવાન તેના કાકાના દીકરા સાથે કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી રોંગ સાઈડમાં ડબલ સવારી બાઈક આવતું હતું જેથી યુવાને તેની ગાડી ઉભી રાખી દીધી હતી ત્યારે બાઈક ઉપર આવેલા બે પૈકીના પાછળ બેઠેલા શખ્સે નીચે ઉતરીને તેના હાથમાં રહેલ બોક્ષ ગાડીના બોનેટ ઉપર પછાડ્યું હતું અને ત્યારબાદ યુવાન પાસે આવીને ગાડીનો કાચ ખોલવા માટે કહ્યું હતું ત્યારે યુવાને કાચ ખોલતા તેના ગળા પાસે છરી રાખીને “શું તને હવા છે તેમ કહીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી” અને આ રોડ ઉપરથી હાલવું નહીં તેવું કહીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ઉપર આવેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદના કણબીપરા વિસ્તારમાં આવેલ મહાદેવનગરનો રહેવાસી અને હાલમાં મોરબીની ઉમા ટાઉનશિપમાં ક્રાંતિ જ્યોત બી બ્લોક નં-૩૦૪  માં રહેતા કલ્પેશભાઈ મનસુખભાઈ વાઘ્રોડિયા જાતે પટેલ (૩૫)એ હાલમાં હોન્ડા સાઇન બાઈક નંબર જીજે ૩૬ બી ૫૬૮૩ ઉપર આવેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તળાવીયા સનાળા ગામથી ઉંચી માંડલ તરફ જવાનો રસ્તા ઉપર સીતારા માઇક્રોન્સ નામની ફેક્ટરી આવેલ હોય ત્યાંથી તે તેના કાકાના દીકરા ધવલ પ્રવીણભાઈ વાઘ્રોલિયા સાથે આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે ૩૬ આર ૧૪૨૬ માં સીતારા માઇક્રોન્સ ફેક્ટરીથી મોરબી આવવા માટે નીકળ્યા હતા અને બપોરના ત્રણેક વાગ્યાના ઉંચી માંડલ વચ્ચે તેઓની ગાડીની સામે રોંગ સાઈડમાં એક બાઈક આવી રહ્યું હોય ફરિયાદીએ પોતાની ગાડી રોડ સાઈડમાં ઉભી રાખી દીધી હતી ત્યારે બાઈકમાં પાછળના ભાગે બેઠેલા શખ્સ નીચે ઉતર્યો હતો અને તેના હાથમાં રહેલ બોક્સ તેણે ગાડીના બોનેટ ઉપર પછાડ્યું હતું અને ત્યારબાદ ફરિયાદી યુવાનને તેની ગાડીનો કાચ ખોલવા માટે કહ્યું હતું અને ત્યારે કાચ ખોલતાની સાથે તે શખ્સે યુવાનના ગળા પાસે છરી રાખીને “શું તને હવા છે તેમ કહી ગાળો આપી હતી અને જાનથી પતાવી દઈશ તો આટલી વાર લાગશે તેવું કહ્યું હતું અને આ રોડ ઉપર હાલવું નહીં તેમ કહીને ધમકી આપી હતી” અને ત્યારે યુવાનને હાથની આંગળીમાં છરી વાગી જતાં તેને લોહી નીકળ્યું હતું અને ત્યારબાદ આ બંને શખ્સો બાઈક ઉપર ત્યાંથી ચાલ્યા ગયેલ હોય હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News