મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીમાં મોબાઇલમાં મિસકોલથી સંપર્કમાં આવેલા શખ્સે ફોનમાં વાત કરવા મહિલાને તેના પતિને મારી નાખવાની આપી ધમકી


SHARE







ભારે કરી: મોરબીમાં મોબાઇલમાં મિસકોલથી સંપર્કમાં આવેલા શખ્સે ફોનમાં વાત કરવા મહિલાને તેના પતિને મારી નાખવાની આપી ધમકી

મોરબી નજીકના ગામે રહેતી પરણીતાના ફોનમાં અજાણ્યા નંબર ઉપરથી મિસ કોલ આવ્યો હતો ત્યાર બાદ તેના સંપર્કમાં આવેલ શખ્સ દ્વારા તે પરણીતાને વારંવાર ફોન કરવામાં આવતો હતો જો કે, પરણીતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા આરોપીએ તેને વારંવાર ફોન કરીને ફોનમાં વાત કરવા માટે તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી અન બેફામ ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલ પરણીતા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

સોશિયલ મીડિયા અને મોબાઈલના કારણે અવારનવાર વિકટ પ્રશ્નો ઉભા થતા હોય છે આવી જ એક ઘટના મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બનેલ છે જેમાં ઘૂટું ગામે આવેલ ઉમા રેસીડેન્સી બ્લોક નં-૨૮ માં રહેતા પીયુશુબેન વિવેકભાઈ છત્રોલા જાતે પટેલ (૨૧) એ હાલમાં મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા સબ્બીર નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, ફરિયાદી મહિલાના મોબાઈલ ફોન ઉપર આરોપીના મોબાઈલ ફોનમાંથી અગાઉ મિસ કોલ થઈ ગયો હતો અને ત્યારબાદ ફરિયાદી અને આરોપી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને ફરિયાદીએ ફોનમાં તેને વાત કરવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને વારંવાર ફોન કરીને ફોનમાં વાત કરવા કહ્યું હતું અને તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ બેફામ ગાળો આપી હતી અને અવારનવાર ફોન કરીને વાત કરવા માટે થઈને ધમકાવતો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ પરિણીતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક ચોરી

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા દાઉદભાઈ સતારભાઈ આબ્બાસી જાતે કાજી (૪૩)એ કોઠારીયા ગામે દૂધ મંડળી સામે આવેલ પાનની દુકાન પાસે બાઈક નંબર જજે ૩૬ એઇ ૭૩૨૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૬૦ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને તજવી શરૂ કરેલ છે






Latest News