મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે દવા પી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







ટંકારાના ઓટાળા ગામે દવા પી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા ઓટાળા ગામે વાડીએ રહીને ખેત મજૂરી કરતો યુવાન ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.રાજકોટ ખાતેથી મળતી માહિતી પ્રમાણે ટંકારાના ઓટાળા ગામે ખીમજીભાઇ મકનભાઈ ઘોડાસરાની વાડીએ પત્ની તથા પુત્રની સાથે રહીને ખેત મજૂરીનું કામકાજ કરતો સુનિલ ઉકાભાઇ ભીલ નામનો ૪૦ વર્ષનો યુવાન વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.હાલ સુનિલભાઈ ભીલે ઉપરોક્ત પગલું કયા કારણોસર ભર્યું..? તે દિશામાં આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.રાજકોટ સિવિલ ખાતેથી આ બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળિયા મીયાણા ખાતે આવેલા વિશાલા હોટલની પાસે મારામારીના બનાવમાં ઇજાગ્રત થયેલા કુલસુમબેન અયુબભાઈ માલાણી નામની ૩૭ વર્ષની મહિલાને ઈજાઓ પહોંચતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જેલ ચોક સામે આવેલા રબારીવાસ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ મોન્ટુભાઈ વિક્રમભાઈ સોલંકી (ઉમર ૨૪) અને રિધ્ધીબેન મોન્ટુભાઇ સોલંકી (ઉમર ૨૦) ને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી બંનેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડીવીજન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઝેરી અસર થતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના રાયસંગપુર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો પ્રદ્યુમન જીવરાજભાઈ મોરી નામનો ૨૫ વર્ષનો યુવાન ખેતરે દવા છાંટતો હતો ત્યારે ઝેરી દવાયુક્ત ગ્લાસમાં ભૂલથી પાણી પી જતા તેને ઝેરી અસર થવાથી મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા પાસેથી જાણવા મળેલ છે.






Latest News