મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના નજરબાગ પાસે યુવાનને માર મરનારા વધુ એક શખ્સની ધરપકડ


SHARE







મોરબીના નજરબાગ પાસે યુવાનને માર મરનારા વધુ એક શખ્સની ધરપકડ

મોરબીના નજરબાગ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરે ઓટલા ઉપર સુવા બાબતે થોડા દિવસો પહેલા યુવાનને બે શખ્સોએ માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાનને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ એકની ધરપકડ કરી હતી અને હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગની સામે ફિલ્ટર હાઉસની બાજુમાં રહેતા મૂળ જંગી ગામના રહેવાસી રમેશભાઈ કરસનભાઈ પરમાર (૩૦) નજરબાગ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરે ઓટલે સુવા બાબતે આરોપી રણજીત લાલજી કોળી અને લલિત કોળીએ થોડા દિવસો પહેલા બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેઓએ બેફામ ગાળો આપી હતી અને પછી લલિતભાઈએ રમેશભાઈને પકડી રાખ્યો હતા અને ત્યાર બાદ આરોપી રણજીતભાઈ કોળીએ તેને લાકડી વડે માર માર્યો હતો જેથી રમેશે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે અગાઉ આરોપી લલિત સોમાભાઇ સારલા જાતે કોળી રહે, ભડિયાદ રોડ વાળાની ધરપકડ કરેલ હતી અને હાલમાં  રણજીત ઉર્ફે રજો લાલજીભાઈ ગુંડારિયા જાતે કોળીની ધરપકડ કરેલ છે






Latest News