મચ્છુ-૧ ડેમે ખળખળ વહેતા મચ્છુના પાણીનો નજારો જોવા લોકો ઉમટ્યા: આજ સુધીમાં ૨૪ વખત ડેમ ઓવરફ્લો થયો
મચ્છુ-૨ ડેમ ઓવરફલો થતાં મોરબી-માળીયાના ૧૧૬ ગામને પીવાના પાણીની ચિંતા ઉપર પૂર્ણવિરામ: હજુ પણ ચાર દરવાજા ખુલ્લા
SHARE









મચ્છુ-૨ ડેમ ઓવરફલો થતાં મોરબી-માળીયાના ૧૧૬ ગામને પીવાના પાણીની ચિંતા ઉપર પૂર્ણવિરામ: હજુ પણ ચાર દરવાજા ખુલ્લા
મોરબી નજીકનો મહાકાય મચ્છુ -૨ ડેમ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન છે કારણ કે દર વર્ષે ચોમાસા દરમ્યાન આ ડેમ ઓવરફ્લો થઈ જાય એટલે પીવાના અને સિંચાઇના પાણી માટેની એક વર્ષની ચિંતા લોકો અને તંત્ર માટે દુર થઈ જતી હોય છે ચાલુ વર્ષે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમ ઓવરફલો થઇ ચૂક્યો છે ત્યારે આ ડેમ વર્ષ ૧૯૯૦ થી ભરવામાં આવે છે અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ મળીને ૧૮ વખત મચ્છુ- ૨ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે જો કે, હજુ પણ ચાલુ વર્ષે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમના દરવાજા ખુલ્લા રાખીને પાણી છોડવામાં આવી રહ્યુ છે
વર્ષ ૧૯૭૯માં મચ્છુ જળ હોનારતની ઘટના બની હતી ત્યારે મચ્છુ -૨ ડેમ તૂટી ગયો હતો જોકે ત્યારબાદ તેનું ફરીથી પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતુ અને વર્ષ ૧૯૯૦થી આ ડેમને પૂનઃ ભરવાની શરૂઆત કરવામાં આવી છે અને ત્યારથી લઈને આજ સુધીમાં આ મચ્છુ -૨ ડેમ કુલ મળીને ૧૮ વખત ઓવરફલો થઇ ચૂક્યો છે ચાલુ વર્ષે છેલ્લા દિવસોમાં ડેમના કેચમેટ વિસ્તારમાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે મચ્છુ -૨ ડેમની અંદર પાણીની વિપુલ પ્રમાણમાં આવક શરૂ થઇ છે અને ગઇકાલે બપોરના સાડા બાર વાગ્યે ડેમના પાંચ દરવાજને બે ફૂટ ખોલવામાં આવ્યા હતા અને પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું અને હાલમાં પણ આ ડેમના ચાર દરવાજાને દોઢ ફુ઼ટ ખુલ્લા રાખીને ડેમમાંથી વધારાના નિકાલ કરવામાં આવી રહ્યો છે
જો મચ્છુ ડેમના મદદનીશ ઇજનેર વી.એસ. ભોરનિયા સાથે વાત કરતા તેમને કહ્યુ હતુ કે, મચ્છુ ૨ ડેમની જળ સપાટી ૩૩ ફૂટની છે અને આ ડેમ ની અંદર ૩૧૦૪ એમસીએફટી પાણીને સમાવી શકાય તેવી ક્ષમતા છે જે ૧૦૦ ટકા ભરેલ છે અને ચાલુ વર્ષે આ ડેમ હાલમાં જ ભરાયો હોવાથી ગઇકાલે બપોરથી તેના દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આજે સવારના નવ વાગ્યે ડેમમાં ૩૮૮૦ કયુસેક પાણીની આવક જોવાથી તેની સામે તેટલી જ જાવક ચાલુ રાખવામા આવી છે અને ગઇકાલે બપોરના સાડા બાર વાગ્યાથી અત્યાર સુધીમાં ૪૫૮ એમસીએફટીથી વધુ પાણી મચ્છુ નદીમાં છોડી દેવામાં આવેલ છે જે નદી મારફતે મચ્છુ-૩ ડેમમાં થઈને દરિયામાં વહી ગયું છે
મચ્છુ ર ડેમના વર્ક આસીસ્ટન્ટ કે.જે.બરાસરા સાથે વાત કરતા તેમને કહ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૭ માં ભારે વરસાદ હતો ત્યારે આ ડેમના ૩૮ દરવાજા ખોલીને ડેમની સલામતી માટે વધારાના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યા હતો જો કે, ચાલુ વર્ષે છેલ્લા દિવસોમાં પડેલા વરસાદથી ડેમમાં પાણીની આવક થતાં હાલમાં પણ ચાર દરવાજા ખુલ્લા રાખીને પાણી ડેમમાંથી કાઢવામાં આવી રહ્યું છે આ ડેમમાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે તે પહેલા નિચેના ૩૨ ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે જેથી કરીને જાન માલને કોઇ પણ પ્રકારના નુકશાન વગર મચ્છુ નદી મારફતે પાણી દરીયામાં વહી જાય છે
વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મચ્છુ ર ડેમ મારફતે મોરબી અને માળિયા તાલુકાના ૧૧૬ ગામ તેમજ મોરબી શહેર અને માળિયા શહેરને પીવા માટેના પાણીની વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હોય છે આ ઉપરાંત ૧૪ જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટે મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી પાણી સપ્લાય કરવામાં આવતું હોય છે. હાલમાં મચ્છુ ડેમ છલોછલ ભરાઈ ગયો હોવાથી લોકોને પીવા માટેની તેમજ સિંચાઈ માટેના પાણીની ચિંતા ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયો છે હાલમાં મચ્છુ-૨ નું પાણી મચ્છુ-૩ ડેમમાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ-૩ ડેમની સલામતીને ધ્યાનમાં રાખીને આ ડેમના ચાર દરવાજને ખુલ્લા રાખીને જેટલા પાણીની આવક થાય છે તેટલા જ પાણીની જાવક કરવામાં આવી રહી છે
