વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાના હાથમાંથી ૧૨,૦૦૦ ની રોકડ ભરેલ પર્સની ચીલ ઝડપ કરનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં મહિલાના હાથમાંથી ૧૨,૦૦૦ ની રોકડ ભરેલ પર્સની ચીલ ઝડપ કરનાર આરોપીની ધરપકડ

મોરબીના જુના બસ સ્ટેશનથી વિજય ટોકીઝ તરફ જવાના રસ્તે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક નજીકથી બે મહિલા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે બાઈક ઉપર અજાણ્યો શખ્સ આવ્યો હતો અને મહિલાના હાથમાં રહેલ પર્સની ચીલ ઝડપ કરીને તે નાસી ગયો હતો જે પર્સમાં ૧૨,૦૦૦ રૂપિયા હતા તે પર્સ લઈ ગયો હોવાથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં સરમરીયા દાદાના મંદિર સામે રહેતા મીનાબેન રમેશભાઈ ભવાણીયા (૪૦)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચીલ ઝડપની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મોરબીના જુના બસ સ્ટેશનથી વિજય ટોકિઝ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પાસેથી રસ્તા ઉપરથી તેઓ ડિમ્પલબેનની સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ઉપર એક અજાણ્યો શખ્સ તેની પાસે આવ્યો હતો અને ફરિયાદીના હાથમાં રહેલ પર્સની ચીલ ઝડપ કરી નાસી ગયો હતો અને મહિલાના પર્સમાં ૧૨,૦૦૦ રૂપિયા હતા જેથી ભોગ બનેલ મીનાબેન ભવાણીયા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે થઈને સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી હિરેન ઉર્ફે રવિ છગનભાઈ નિમાવત જાતે બાવાજી (૩૦) રહે. સનાળા બાયપાસ આનંદનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચીલ ઝડપ કરીને મેળવેલ ૧૨૦૦૦ તેમજ ૪૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક નંબર જીજે ૩૬ જી ૬૧૪૪ નો મુદ્દામાલ કબજે કરેલ છે આ કામગીરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાના માર્ગદર્શક હેઠળ પીએસઆઇ તથા ડી સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News