મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા બે લોકોના સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા બે લોકોના સારવાર દરમિયાન મોત

મોરબીના બે જુદાજુદા વિસ્તારમાં રહેતા બે લોકોને વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં રાજકોટ ખાતે સારવારમાં રહેલા બે લોકોના મોત નીપજ્યા હતા.

ઉપરોક્ત બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ભગવતીપરા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ વસંતભાઈ નાગર જાતે મોચી (ઉંમર ૬૧) નામના વૃદ્ધે પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર હિરેન પ્રવીણભાઈ નાગર જાતે મોતી (ઉમર ૩૬) રહે.ભગવતીપરા વાવડી રોડ વાળો ગત તા.૨૫-૧૦ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યાના અરસામાં તેમના ઘરે હતો ત્યારે બેભાન થઈને સોફા ઉપરથી નીચે પડી ગયો હતો અને તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઇ જવાયો હતો અને જ્યાં તેના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો.જ્યાં રાજકોટ ખાતે કરવામાં આવેલા રિપોર્ટમાં ઝેરી દવાનો રિપોર્ટ આવ્યો હતો અને ત્યાં રાજકોટ સારવાર દરમિયાન ગત તા.૨૮-૧૦ રાત્રિના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં સારવારમાં ખસેડાયેલા હિરેન પ્રવીણભાઈ નાગર નામના મોચી યુવાનનું મોત નીપજ્યું હતું.રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત યાદી આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેઓ પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે જ્યારે યુવાન મોરબીની આયુષ હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો ત્યાં તેના રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં કોઈપણ જાતનો ઝેરી દવાનો ઉલ્લેખ ન હતો તેમ મૃતકના પિતાએ જણાવ્યું છે.જોકે રાજકોટ ખાતેની યાદીમાં યુવાનના સેમ્પલમાં ઝેરી દવાનો ઉલ્લેખ જોવા મળ્યો હોય હાલ મૃતકના વીસેરા લઈને મોતનું ખરું કારણ જાણવા માટે આગળની તજવીજ કરવામાં આવી રહી છે અને તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે બ્રેન સ્ટોકના લીધે યુવાનનું મોત નીપજ્યું હોય તેવી હાલ પ્રાથમિક માહિતી તબીબો પાસેથી મળી રહી છે રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ખરું કારણ જાણવા મળશે તેમ પોલીસે જણાવેલ છે. અત્રે નોંધનીય છે કે કોરોના બાદથી યુવાનોમાં બ્રેન સ્ટોક અને હાર્ટ એટેકના બનાવોમાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે.

મોતનો વધુ એક બનાવ મોરબીના વસંત વિસ્તારમાં બન્યો હતો.જેમાં મૂળ મોટાભેલા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ નજીક આવેલા વસંત પ્લોટ વિસ્તારમાં રહેતા અમિતભાઈ હર્ષદભાઈ ભટ્ટ (ઉમર ૪૧) વાળાએ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે તેમના કાકા બીપીનભાઈ રતિલાલભાઈ ભટ્ટ (ઉંમર ૬૫) રહે.વસંત પ્લોટ વાળાને છેલ્લા ચાર-પાંચ માસથી માનસિક બીમારી હોય અને માનસિક બીમારીની તેઓની દવા ચાલુ હતી. તે દવાથી કંટાળી જઈને બીપીનભાઈ ભટ્ટે ગત તા.૧૬-૧૦ ના બપોરના બે વાગ્યાના અરસામાં કોઈ ઝેરી દવા પી લીધી હતી અને જેથી તેઓને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવારમાં રહેલા બીપીનભાઈ ભટ્ટનું મોત નીપજ્યું હતું.રાજકોટ ખાતેથી યાદી આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથક ખાતે એડી નોંધ કરવામાં આવેલી હોય અને તે બાબતે તે બીટ વિસ્તારના જમાદાર જયપાલસિંહ ઝાલા દ્વારા વધુ તપાસ હાથ ધરાય છે.

 બાળકનું મોત

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલા રવિ મિલન સિમેન્ટના કારખાના પાસે રહીને મજૂરી કામ કરતાં પરિવારનો જીગ્નેશ ગુલાબભાઈ માવી નામનો દોઢ વર્ષનો બાળક રમતા રમતા કારખાના નજીક આવેલ પાણીની કુંડીમાં પડી ગયો હતો અને જેથી ડૂબી જવાથી જીગ્નેશ ગુલાબભાઈ માવી નામના દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે નોંધ થતા તે બીટ વિસ્તારના જમાદાર મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News