મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામે જુગાર રમતા ચાર જુગારી પકડાયા


SHARE







વાંકાનેરના હસનપર ગામે જુગાર રમતા ચાર જુગારી પકડાયા

વાંકાનેરના હસનપર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦,૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર નજીક આવેલ હસનપર ગામે જાહેરમાં બીપીએલ ચોકમાં પાસે જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મુકેશભાઈ સુરેશભાઈ દલસાણીયા (૩૩), રણજીતભાઈ બાબુભાઈ ટોટા (૨૬), મહેશભાઈ ખોડાભાઈ કુણપરા (૪૦) અને અનિલભાઈ રાજુભાઈ પડસારીયા (૨૯) રહે. બધા જ હસનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલ નજીક બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.આ અકસ્માત બનાવમાં પોપટભાઈ કરમશીભાઈ પરમાર (૪૮) રહે.બુટાની વાડી રામજી મંદિર પાસે વાળાને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અજાણ્યો યુવાન સારવારમાં

મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટ પાસેથી આશરે ૨૫ વર્ષના અજાણ્યા યુવાનને બેભાન હાલતમાં ૧૦૮ વડે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હાલ તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News