હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી આવ્યા તે સમયે જે સવાલ હતો કે ઝુલતો પુલ દુર્ઘટના માટે મુખ્ય આરોપી કોણ તે આજે પણ યથાવત!


SHARE













વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી આવ્યા તે સમયે જે સવાલ હતો કે ઝુલતો પુલ દુર્ઘટના માટે મુખ્ય આરોપી કોણ તે આજે પણ યથાવત!

મોરબીમાં રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલ ઝુલતો પુલ તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના સમયે તૂટી પડ્યો હતો અને ત્યારે ઝૂલતા પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા પરિવારોમાંથી ૧૩૫ લોકોના મૃત્યુ નીપજ્યા હતા જેથી કરીને ન માત્ર ગુજરાત પરંતુ ભારતમાં ખળભળાટ મચી ગયો હતો અને જે તે સમયે ઘટના બે દિવસ પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક મોરબી દોડી આવ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત કરી હતી તેમજ દિવંગતોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને મળ્યા હતા અને આ દુર્ઘટનાની તપાસમાં કોઇ કચાસ ન રાખવામાં આવે તેવી જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી જો કેઅફસોસની વાતએ છે કેમોદીની મોરબી મુલાકત અને આ ઘટનાને આજે એક વર્ષ પૂર થયું છે તો પણ આ દુર્ઘટના પાછળ દોષિત કોણ ?, મુખ્ય આરોપી કોણ તે સવાલો ઊભા છે

મોરબીની આનબાન અને શાન સમાન કહી શકાય તેવો ઐતિહાસિક ઝુલતો પુલ કે જેની માલિકી મોરબી નગરપાલિકાની હતી અને તેનું સંચાલન ઓરેવા ગ્રુપને સ્ટેમ્પ ઉપર લખાણ કરીને આપી દીધું હતું અને ત્યારબાદ પુલના રીપેરીંગ કામ માટે આ પુલને છ મહિના સુધી ઓરેવા ગ્રુપે બંધ કર્યો હતો ત્યાર પછી ગત વર્ષે નવા વર્ષના પહેલા દિવસથી ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ અને તેના પરિવાજનોની હાજરીમાં આ પુલને લોકોને હરવા ફરવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે છઠના દિવસે તા ૩૦ ઓક્ટોમ્બરે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ઝૂલતા પુલનો દરબારગઢ બાજુનો જે ભાગ હતો ત્યાંથી જુલતો પુલ ધડાકાભર તૂટી પડ્યો હતો. જેથી આ પુલ ઉપર પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે આવેલા માસુમ બાળકોસગર્ભા મહિલાયુવકોયુવતીઓવૃદ્ધો સહિતના પુલના કાટમાળ સાથે સીધા જ નદીમાં પટકાયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે અને પથ્થર ઉપર માથા અથડાવાના કારણે ઘટના સ્થળે છે કેટલાક લોકોના મોત નીપજ્યા હતા. અને કુલ મળીને ૧૩૫ લોકોના મોત સરકારી ચોપડે નોંધાયા છે જેમાં ૫૦ જેટલા માસૂમ બાળકોનો સમાવેશ થાય છે

જે ગોઝારી દુર્ઘટનાએ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભરતભરમા ખળભળાટ મચાવી દીધો હતો જેથી કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે તે સમયે પહેલી નવેમ્બરના રોજ મોરબીમાં આવ્યા હતા અને દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની મુલાકાત લીધી હતી. અને જે જગ્યાએથી પુલ તૂટ્યો હતો ત્યાં વડાપ્રધાન આવીને ઊભા રહ્યા હતા ત્યારે તે જગ્યાની ઉપરના ભાગે મૂકવામાં આવેલ કંપનીની જાહેરાનું બોર્ડ તંત્ર દ્વારા જે તે સમયે ઢાંકી દેવામાં આવ્યું હતું ! અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં આવીને ગયા અને ઘટનાની તપાસમાં કોઈ કચાસ નહીં રાખવાની અધિકારીઓને સૂચના આપીને ગયા તેને એક વર્ષ જેટલો સમય થવા આવેલ છે અને આ ઘટના બની તેને આજે એક વર્ષ થઈ ગયું છે તો પણ અનેક સવાલો આજની તારીખે પણ વન ઉકેલાયેલા છે જેમાં ખાસ કરીને આ દુર્ઘટના પાછળ દોષિત કોણ ?, મુખ્ય આરોપી કોણ તે સવાલો ઊભા છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટ્યો તેના એક વર્ષ પછી પણ કોની બેદરકારીથી ઝુલતો પુલ તૂટી પડ્યો હતો તેને લઈને કોઈ મગનું નામ મારી પાડવા માટે તૈયાર નથી અત્રે ઉલેખનીય છે કેજે તે સમયે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જુલતા પુલનું મેનેજમેન્ટ તેમજ મેન્ટેનન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં આ ગુનામાં જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીને પકડ્યા હતા જે પૈકીનાં પાંચ આરોપીને જામીન મળી ગયા છે જો કે, જયસુખભાઇ પટેલે તા ૩૧ જાન્યુઆરીના દિવસે કોર્ટમાં સરઅંડર કર્યું હતું ત્યારથી હજુ સુધી તે મોરબીની સબ જેલમાં જ છે તેની સાથે કંપનીના બે મેનેજર અને અન્ય બે આરોપી સહિત પાંચ હજુ જેલમાં છે અને સિટનો જે રિપોર્ટ આવેલ છે તેમાં કંપનીને દોષિત ઠરાવવામાં આવેલ છે જો કે, હજુ મુખ્ય આરોપી કોણ ?, મોરબી પાલિકાની જવાબદારી શું ?, જો પાલિકાની કોઈ ભૂમિકા નથી તો ચીફ ઓફિસરને કેમ સસ્પેન્ડ કર્યા ? અને પાલિકાને કેમ સુપરસીડ કરી ? આવા અનેક સવાલો ઊભા જ છે અને જે કરાર કર્યો હતો તેમાં કલેક્ટરચીફ ઓફિસર અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ. કંપનીની સહમતિ હતી તો જવાબદાર જયસુખભાઇ અને ઓરેવા કંપની જ કેમ તે પણ સવાલ ઉઠી રહ્યો છે હાલમાં મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને હાઇકોર્ટમાં આ ઘટનાની મેટર હાલમાં ચાલી રહી છે અને ટ્રેજેડી વિકટીમ એસો. ન્યાય ઝાંખી રહ્યું છે ત્યારે લોકોમાં થતી ચર્ચા મુજબ જો જયસુખભાઇ કોર્ટમાં મોઢું ખુલશે તો કેટલાકના પગ નીચે રેલો આવે તેવી શક્યતા છે  






Latest News