મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા પાસે અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી ખંડિત: યુવાનનું મોત, મહિલા-બાળક સારવારમાં


SHARE









ટંકારાના ઓટાળા પાસે અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી ખંડિત: યુવાનનું મોત, મહિલા-બાળક સારવારમાં

ટંકારા તાલુકાના લજાઇ ગામે વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતો યુવાન તેની પત્ની અને દીકરા સાથે સાઢુભાઈના ઘરે ગયો હતો અને ત્યાંથી પરત વાડીએ આવી રહ્યો હતો ત્યારે રત્ન આઠેક વાગ્યાના અરસામાં ઓટાળા ગામ પાસે અજાણી કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં યુવાન, તેના પત્ની અને દીકરાને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજયું છે જેથી હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિત મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામે રમેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કિસનભાઈ સુબેસિંગ વાસકલે (૩૮) તેના પત્ની સંગીતાબેન કિશનભાઇ વાસકલે (૩૫) અને દીકરા પંકજ કિશનભાઈ વાસકલે (૬) બાઇક લઈને ઓટાળા ગામ પાસેથી વાડી તરફ આવી રહ્યા હતા ત્યારે કોઈ અજાણી કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કિશનભાઇ, સંગીતાબેન અને તેના દીકરા પંકજને ઇજાઑ થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન કિશનભાઇ સુબેસિંગ વાસકલેનું મોત નીપજ્યું છે જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કિશનભાઇ તેની પત્ની અને દીકરા સાથે તેના સાઢુભાઈના ઘરે લતીપુર ગયા હતા અને ત્યાંથી તે પરત આવતા હતા દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો છે અને અકસ્માતમાં બનાવમાં તેનું મોત નીપજયું છે જેથી દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને મૃતક કિશનભાઇ ચાર ભાઈઓમાં સૌથી મોટા હતા તેવું તેના પરિવારના લોકો પાસેથી જાણવા મળેલ છે




Latest News