મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના નવાડેલાં રોડે ઘરમાંથી ૧૦ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE









મોરબીના નવાડેલાં રોડે ઘરમાંથી ૧૦ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબીના નવા ડેલા રોડ ઉપર રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૧૦ બોટલો મળી આવતા પોલીસે ૩૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, બુટલેગર ઘરે હાજર ન હોવાથી તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવા ડેલા રોડ ઉપર રહેતા હિતેશ ઉર્ફે મોઢિયો ધોળકિયાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૧૦ બોટલો મળી આવતા પોલીસે  ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી ઘરે હાજર ન હોવાથી હિતેશ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા રહે. નવા ડેલા રોડ મોરબી વાળાની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીમાં આવેલ તરગારા સ્ટેન્ડ પાસે નાસ્તા ગલીમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૭૫૦ ની રોકડ તેની પાસેથી કબજે કરી હતી અને આરોપી આરીફભાઈ યાકુભાઈ કચ્છી જાતે મેમણ (૩૩) રહે. કુબેરનાથ મેઇન રોડ મેમણ શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News