મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવિણ સોનગ્રાના પ્રયત્નોથી નિરાધાર બાળકોને મળ્યો આધાર


SHARE









મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવિણ સોનગ્રાના પ્રયત્નોથી નિરાધાર બાળકોને મળ્યો આધાર

મોરબીના ચરડવા ગામના ત્રણ ગરીબ બાળકોએ પોતાના પિતાનું અવસાન થતાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી એમાંય વળી આ ગરીબ બાળકોની માતા નાના ભૂલકાંઓને તરછોડી પૂનરલગ્ન કરી લીધા હોય બે દિકરીઓ અને એક દિકરો અનાથ બની ગયા હતા અને પોતાના વૃદ્ધ દાદાની સાથે દુઃખભરી જિંદગી વિતાવતા હતા ચરડવા ગામના પૂર્વ સરપંચ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને વર્તમાન કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાનું ધ્યાન આ બાળકો તરફ ગયું એમને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કર્યો, જરૂરી આધારો સાથે ત્રણેય બાળકો માટે પાલક માતા પિતા યોજના અંતર્ગત અરજી કરી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓએ રૂબરૂ ઘર તપાસ, જરૂરી આધાર પુરાવાની ચકાસણી કરી,ત્રણેય બાળકોને ફરજીયાત શાળાએ મોકલવા, સહાયની રકમ બાળકોના હિતમાં વાપરવી, બાળકનો ઉછેર યોગ્ય રીતે કરવો વગેરે શરતો અને બોલીઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ અર્થે લક્ષ્મી સાગરભાઈ થરેસાને પાલક માતા-પિતા નામે કાંતિભાઈ કાળુભાઈ થરેસા,ખુશી સાગરભાઈ અને ભૂમિ સાગરભાઈ થરેસાને ગીતાબેન રામજીભાઈ થરેસાને સ્પોન્સર એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમિટી-મોરબી દ્વારા ઉપરોક્ત બાળાઓને પાલક માતા પિતા યોજના હેઠળ માસિક રૂપિયા ૩૦૦૦ ની સહાય તેમજ દિકરીઓનો જ્યારે લગ્નપ્રસંગ આવે ત્યારે રૂપિયા બે લાખની સહાય કરવાના મંજૂરી પત્રો  જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, નિવાસી કલેક્ટર એન.કે. મુછાર, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી બી.એસ.ગઢવી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશીયા, અન્ય જિલ્લા અધિકારીઓ વિગેરેની ઉપસ્થિતમાં અર્પણ કરાયા હતા. આ આંગળી ચિંધ્યાના પુણ્ય બદલ કલેકટર જી.ટી.પંડ્યાએ કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાને ધન્યવાદ પાઠવ્યા હતા.




Latest News