મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરાયું


SHARE









મોરબીમાં જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરાયું

હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા 'સ્વરછતા એજ સેવા' અભિયાન અન્વયે આગામી તા. ૪/૧૧ સુધી સમગ્ર રાજ્યમાં તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિવિધ સરકારી કચેરીઓના રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકા પંચાયત, ટંકારા તાલુકા પંચાયત અને આઈ.આર.ડી.શાખા, મિયાણી ગ્રામ પંચાયત વગેરે સરકારી કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં તેમજ તેમની સલાહ-સૂચન અનુસાર સરકારી રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ચાલતી વિવિધ યોજના હેઠળના તેમજ વહિવટી શાખાના રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ દ્વારા સુપેરે આ કામગીરી કરવામાં આવી હતી.




Latest News