વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીની જનતા તેમજ વિદ્યાર્થીઓ માટે નર્મદા બાલઘર દ્વારા નવી ટેકનોલોજીના જ્ઞાનની શરૂઆત


SHARE













મોરબીની જનતા તેમજ વિદ્યાર્થીઓ માટે નર્મદા બાલઘર દ્વારા નવી ટેકનોલોજીના જ્ઞાનની શરૂઆત

મોરબીની નગનાથ શેરીમાં દરબાર ગઢ પાસે નર્મદા બાલઘર આવેલ છે જેમાં મોરબીમાં વિદ્યાર્થી તેમજ લોકો માટે જુદાજુદા કોર્ષ 3 મહિના સુધી ફ્રી શીખવવામાં આવશે જેથી તેનો લાભ લેવા માટે ત્યાના સંચાલકો જણાવ્યુ છે

નર્મદા બાલઘર કે જે ૧૯૯૯ થી બાળકો માટે કાર્યરત છે. જેમાં બાળકોને ડ્રોઈંગ, સ્કેટિંગ, યોગા, મેડિટેશન, સંગીત તથા કથક શીખવવામા આવતુ હતુ. પરંતુ કોરોના કાળ દરમ્યાન ભારત સરકારના આદેશ/હુકમથી નર્મદા બાલઘરની પ્રવૃતિ બંધ કરવાની ફરજ પડેલ હતી. દરમ્યાન સમયનો સદ ઉપયોગ કરી નર્મદા બાલઘરના સ્ટાફ તથા એન્જીનીયરોના રાત-દિવસના અથાક પરિશ્રમ દ્વારા ટેકનોલોજીના શિક્ષણનો વિકાસ કરવામાં આવ્યો હતો જેવી કે, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ ડ્રોઈંગ, કરીકયુલમ(સાયન્સ), કોડિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, ડ્રોન તથા ૩ડી પ્રિન્ટિંગ પર કામ કરી  કોર્ષ તૈયાર કરવામાં આવ્યો છે મોરબીની ૧૧૩ શાળામાં અને વાંકાનેરની ૪૦ શાળાઓમાં ફ્રી માં ૩ ડી પ્રિન્ટર આપી ૨૩૦ જેવા શિક્ષકોને ૩ડી પ્રિન્ટર એસેમ્બલી, ૩ડી પ્રિન્ટર ઓપરેશન, ૩ડી પ્રિન્ટર મેન્ટેનન્સ અને કેડ ડિઝાઇનની ટ્રેનિંગ આપવામાં આવી હતી 

ત્યારબાદ મોરબીની ૫૦ શાળાઓને વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસીસ અને વાંકાનેરની ૪૦ શાળાઓને વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસીસ ફ્રી આપ્યા છે. તથા સમગ્ર ભારતમાં ૯૫૦ જેટલી શાળાઓના ૧૨૫૦ જેટલા શિક્ષકોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી હતી જેમાં શીખવા માટે www.nbfscienctist.com અને www.nbgencyclopidea.com પોર્ટલ પર ફ્રી રજીસ્ટ્રેશન કરાવી આપ્યું છે હવે તમામ કોર્ષ તૈયાર થતા બાલઘર ફરી કાર્યરત થશે. અને ડ્રોઈંગની સાથે સાથે ટેક્નોલોજીનું પણ જ્ઞાન આપવામાં આવશે હવે બાલઘર દ્વારા ટ્રેડિશનલ ડ્રોઈંગ, એકપીરીયનસ્યલ સાયન્સ, 3ડી પ્રિન્ટિંગ, ડિજિટલ સીટીઝનના ક્લાસીસ શરૂ કરવામા આવશે. ટ્રેડિશનલ ડ્રોઈંગમા શરૂઆતથી શીખવવામા આવશે. એકપીરીયનસ્યલ સાયન્સમાં વિજ્ઞાનના ધો. ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓને પ્રયોગો શીખવવામાં આવશે. 3ડી પ્રિન્ટિંગમાં ૩ડી પ્રિન્ટર એસેમ્બલી, ૩ડી પ્રિન્ટર ઓપરેશન, ૩ડી પ્રિન્ટર મેન્ટેનન્સ અને કેડ ડિઝાઇન વગેરે શીખવવામાં આવશે. ડિજિટલ સીટીઝનમાં કોમ્યુનિકેશન એપ્લિકેશન, ગુગલની તમામ એપ્લિકેશન, કમ્પ્યુટર ઓપરેટિંગ તથા A.I. ટૂલ્સ શીખવવામાં આવશે. મોરબીમાં વિદ્યાર્થી તેમજ લોકો માટે 3 મહિના સુધી આ તમામ કોર્ષ ફ્રી શીખવવામાં આવશે






Latest News