વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ખાતામાં નાણાં વગર ચેક આપનારા ચેતજો: મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમનો દંડ


SHARE













ખાતામાં નાણાં વગર ચેક આપનારા ચેતજો: મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજાબમણી રકમનો દંડ

મોરબીમાં ધંધાના વિકાસ માટે હાથ ઉછીની રૂપિયા આપેલ હતા તેની સામે ત્રણ લાખનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાંથી રિટર્ન થયો હતો જેથી કરીને ચેક રીર્ટનનો કેસ કરવામાં આવ્યો હતો જેમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ કરેલ છે

આ કેશની હકીકત એવી છે કે, ફરીયાદી જગદીશભાઇ પ્રાગજીભાઇ ડાભીએ આરોપી શાંતિલાલ દેવકરણભાઇ કંઝારીયાને ધંધાના વિકાસ માટે હાથ ઉછીની કુલ રકમ ૫,૪૦,૦૦૦ આપેલ અને આ રકમ આરોપીએ એક વર્ષમાં પરત આપવાની હતી. પરંતુ આરોપીએ આ રકમ એક વર્ષમાં ફરીયાદીને પરત ન આપતા ફરીયાદીએ બાકીની હાથ ઉછીની રકમની ઉઘરાણી આરોપી પાસે કરતા આરોપીએ ફરીયાદીને ૩,૦૦,૦૦૦ નો ચેક ફરીયાદીની બાકી લેણી રકમની ચુકવણી પેટે આપેલ હતો આ ચેક ફરીયાદીએ તેમના બેંક ખાતામાં જમા કરાવતા આ ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફરેલ હતો જેથી ફરીયાદીએ આરોપી સામે મોરબીની કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરતા અને આ કેઇસ ચાલી જતા મોરબીની કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા ૬,૦૦,૦૦૦ ના દંડનો હુકમ કરેલ છે અને જો આરોપી દંડની રકમ ન ભરેતો વધુ ૬ માસની સાદી કેદનો હુકમ કરેલ છે અને જો આરોપી દંડની રકમ ભરેતો તેમાથી ૩,૯૯,૦૦૦ વળતર પેટે ફરીયાદીને ચુકવવા હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી વતી મોરબીના સનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News